કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાં કોસ્ટગાર્ડને ૧૯ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા
કચ્છના જખૌ પાસેના ક્રિક વિસ્તારમાંથી અવાર નવાર નશીલા પદાર્થો મળતા રહેતા હોય છે. ત્યારે જખૌના દરિયામાંથી ફરીથી ડ્રગ્સ ઝડપાયું હોવાના અહેવાલ છે. મા ભોમની રક્ષા કરતા કોસ્ટગાર્ડના જવાનો દરિયાઈ ખાડી વિસ્તારની અલગ અલગ ક્રિકમાં વિસમ પરિસ્થિતિ વચ્ચે સતત પેટ્રોલિંગ કરતા રહે છે. જે દરમિયાન તેમને ચરસ જેવા નશીલા પદાર્થોના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. આજે વધુ ૧૯ પેકેટ સીમા સુરક્ષા દળના જવાનોને મળી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે કોસ્ટગાર્ડના જવાનોને હયાત બેટ વિસ્તારમાંથી બિનવારસી ડ્રગ્સ મળ્યું છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે આજે કચ્છના જખૌના હયાત બેટ પરથી એક સામટા ૧૯ શંકાસ્પદ પેકેટ મળી આવતા ખળભળાટ મચ્યો છે. કચ્છના સરહદી ક્રિક વિસ્તારના હયાત બેટ પરથી કોસ્ટગાર્ડના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં મળી આવતા ફરી એક વાર કચ્છની સરહદ પર ગર્ભિત હિલચાલ થતી હોવાની સાબિતી થઈ રહી છે.
આ પેકેટની લેબોરેટરી તપાસ થયા બાદ જાણી શકાશે કે તેમાં શુ હોઈ શકે. અલબત્ત હાલ તો આ પેકેટ ચરસના હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના પર અંગ્રેજી ભાષામાં બારકોડેડ સ્ટીકર લાગેલા તસ્વીરમાં જાેઈ શકાય છે.
Recent Comments