ગુજરાત

કચ્છની પ્રાચીન રોગાન છાપ હસ્તકળાને નીરોણાના ખત્રી પરિવારે જીવંત રાખી

કચ્છ પ્રાચીન હસ્તકળાનું ભંડાર ધરાવે છે અને અહીંની અનેક હસ્તકળા સદીઓથી ચાલતી આવી છે. સમય સાથે આ હસ્તકળામાં અનેક ફેરફાર આવ્યા છે પણ આ બધી હસ્તકળા આજે પણ કચ્છના લોકોએ ટકાવી રાખી છે જે માટે આ કારીગરોને પદ્મશ્રી જેવા સર્વોચ્ય પુરસ્કાર પણ એનાયત થયા છે. કચ્છની રોગાન છાપ હસ્તકળા પણ સદીઓ જૂની છે અને કચ્છના એક જ ખત્રી પરિવારે આ કળાને જીવંત રાખી છે. કચ્છના નખત્રાણા તાલુકાના નીરોણા ગામે છેલ્લી ચાર સદીથી રોગાન છાપ હસ્તકળા વડે કપડાં પર અવનવી ડિઝાઇન બનાવવામાં આવે છે.

ફેશનેબલ વસ્ત્રો પર રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે. નીરોણા ગામના અબ્દુલ ગફૂર ખત્રી પરિવારે અનેક પેઢીઓથી આ કળાને જીવંત રાખ્યું છે. નખત્રાણા તાલુકાનું નિરોણા ગામ રાજાશાહી જમાનામાં માત્ર અમુક જ જ્ઞાતિની મહિલાઓના પહેરવેશ પર રોગાન કસબ છાપકામ જોવા મળતું હતું. પણ પાછળથી આ જ્ઞાતિઓમાં રોગાનકૃત વસ્ત્રોનું ચલણ બંધ થતાં કસબ પડી ભાંગ્યો હતો. તેમ છતાં આ કસબના કારીગરોએ મહામહેનતે તેને કલામાં રૂપાંતરિત કરી તેમાં સમયની માંગ અનુરૂપ બદલાવની મહેનત આખરે રંગ લાવી અને આ કસબ ભારે ફૂલ્યો ફાલ્યો. રોગાન છાપ એક કળા છે જેના રંગો એરંડિયાના તેલમાંથી બને છે. તેલને ઉકાળ્યા બાદ ૨ દિવસ તેની જંગલમાં પ્રોસેસ ચાલે છે જેના બાદ તે રબરના સ્વરૂપમાં આવી જાય છે અને સાથે સાથે માટીના રંગ આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ કળાની વિશેષતા એ છે કે આ કળામાં કોઈ પણ જાતનું ચિત્રકામ કર્યા વગર ફ્રી સ્ટાઈલમાં સીધે સીધું રોગાન આર્ટ કરવામાં આવે છે. આ રોગાન આર્ટની કળામાં સમય વધારે લાગે છે.

એક A4 સાઈઝના કાપડ પર કળા કરતા ૨ થી ૩ દિવસો લાગે છે. અમુક આર્ટિકલ એક મહિનામાં બને છે તો અમુક એક વર્ષમાં આ હસ્તકળા માત્ર પહેરવી અને જોવી નહીં પણ બનતા સમયે પણ જોવાનો લ્હાવો લેવા અનેક લોકો ખાસ નીરોણા ગામે જતા હોય છે. હાથમાં રંગોને ભેળવી કપડાં પર ડિઝાઇન બનતી જોવામાં પણ એક વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે. ઉલ્લેખનીય છે કે આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને રોગાન આર્ટનો નમુનો ભેટ આપેલ હતો. છેલ્લાં ૪૦ વર્ષથી ખૂબ જ સંઘર્ષ કરી કલાને જીવંત રાખી છે.

આ ચાર દાયકાની કલા ઉપાસનામાં અનેક કલા એવોર્ડ મેળવી કચ્છ, રાજ્ય અને દેશનું નામ કલાક્ષેત્રે રોશન કર્યું છે. થોડા વર્ષો અગાઉ જ નીરોણાના અબ્દુલ ગફુર ખત્રીને રોગાન છો કળાને જીવંત રાખવા બદલ દેશનો સર્વોચ્ય પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.

Related Posts