સૌરાષ્ટ - કચ્છ

કચ્છની મહિલા એરઈન્ડિયાની પાયલોટ યુક્રેનથી ૨૪૨ ભારતીયોને લઈને પરત ફરી

જયારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નો સાતમો દિવસ છે ત્યારે પોતાના સિનિયરો ની ટીમ સાથે યુક્રેન રવાના થયેલી એર ઇન્ડિયા ની પાયલોટ ત્યાં યુદ્ધ શરૂ થતાં આપાતકાલીન પરિસ્થિતી માં તુરંત પરત ફરવું પડ્યું હતું .પરંતુ ત્યાંથી ૨૪૨ ભારતીયોને પરત લઈને આવેલી પ્રથમ કચ્છી મહિલા વિશ્વમાં ચર્ચાસ્પદ થયેલા વોર ની સાક્ષી બની હતી. એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અન્ય ચાર વરિષ્ઠ કૃ મેમ્બરો સાથે વાયા કાળો સમુદ્ર થઇ દિશા ગડા નામક યુવા પાયલોટ યુક્રેન ના કવિવ સ્થિત બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ૮૦ નોટિકલ માઈલ દૂર હતી

.ત્યારે યુદ્ધના શ્રીગણેશ થઇ ચુક્યા હતા. જેથી અન્ય સિનિયરો ના માર્ગદર્શન હેઠળ હવાઇઅડ્ડા પર નિયત કરતા ઓછા સ્પેસમાં પ્લેન લેન્ડ કર્યું હતું.ત્યાર બાદ એરઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ ત્યાંની એરપોર્ટ ઓથોરિટી સાથે વાટાઘાટ કરી એક કલાકના ટૂંકા સમયગાળા માં યુક્રેન થી ભારત આવવા માંગતા મેડિકલ ના ૨૪૨ છાત્રો ને પરત મુંબઈ લાવી તેમના માટે તારણહાર સાબિત થયા હતા.

છાત્રોને પરત લાવવામાં મદદરૂપ થનાર ટીમ માં સામેલ પાયલોટ દિશા ગડા કચ્છ જિલ્લાના મોટી તુંબડી ખાતે વસવાટ કરતા લીનાબેન જયેશ ગડા ની પુત્રી છે.પોતે ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે હવાઈ સફરે હોવાથી વધુ માહિતી આપતાં માતા લીનાબેન ગડા એ પુત્રી એર ઇન્ડિયા માંજ પાયલોટ તરીકે ફરજ બજાવતા આદિત્ય મન્નુર ને પરણી મુંબઈ ખાતે સ્થાયી થઇ હોવાનું જણાવ્યું હતું .દિશા ને સમગ્ર જૈન સમાજમાંથી અભિનંદન ની વર્ષા થઇ રહી છે.

Related Posts