fbpx
ગુજરાત

કચ્છની લોકસભા બેઠક પર કમળની શાનદાર જીતભાજપના વિનોદ ચાવડાની ૨.૪૦ લાખની સરસાઈથી જીત થઈ

ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકોમાંથી એક મહત્વની ગણાતી સીટ એટલે કચ્છ. ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક ૧૯૯૬થી ભાજપનો ગઢ રહી છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં ૨૬ સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ ૧૯૯૬થી ભાજપના જ કબ્જામાં રહી છે. કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ ભાજપે વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા

અને તેની સામે વિપક્ષમાં કોંગ્રેસે નીતિશ લાલનને ટિકિટ આપી હતી.આ વખતે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની શાનદાર જીત થઈ છે. પરંતુ રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બનાવના પગલે ક્યાંય પણ વિજય સરઘસ જોવા મળશે નહીં. પાછલા ૧૦ વર્ષોની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા સતત ૨ ટર્મથી જીતતા આવ્યા છે. આ જોતા કહી શકાય કે આ વર્ષે એટલે કે ૨૦૨૪માં પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ૫,૭૨,૪૮૮ ટોટલ મત મળ્યા છે. તેમજ વિપક્ષ ઉમેદવાર નીતેશ લાલનને ૩,૩૩,૪૬૦ મત મળ્યા છે. વિનોદ ચાવડાએ ૨.૪૦ લાખના માજિર્નથી જીત મેળવી છે. આ જોતા કહી શકાય કે આ વર્ષે એટલે કે ૨૦૨૪માં પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે.

Follow Me:

Related Posts