કચ્છ જિલ્લામાં પાણીની તંગી વીજ સમસ્યા સહિતના પ્રશ્નો થી ધરતીપુત્રો ઘેરાયેલા છે. તે વચ્ચે પણ ખેડૂતો ખેતીને ટકાવી રાખવા સતત મથી રહ્યા છે. ચોમાસા અને શિયાળા ની તુલના એ કચ્છમાં ઉનાળુ વાવેતર કઠિન રહેતું હોય છે કારણકે તેમાં પાણીની જરૂર વધારે હોય છે અને કચ્છ જેવા સૂકા પ્રદેશમાં આ સીઝન દરમિયાન પાણીની ભારે અછત વર્તાતી હોય છે. વિસ્તારની દૃષ્ટિએ કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો છે પણ અહીં ખેતી લાયક જામીનનું પ્રમાણ ઓછું છે તેમજ અન્ય જિલ્લાઓની સરખામણીમાં પિયત એને સિંચાઇની સુવિધાઓ નહીંવત હોવાના કારણે ખેતી મહદઅંશે વરસાદ પર નિર્ભર છે. જો કે કચ્છના ખેડૂતો પોતાની કોઠાસૂઝના કારણે દરેક સીઝનમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો વીજળી અને પાણીના ઘટ વચ્ચે ખેડૂતોએ ઉનાળા વાવેતરમાં ગત વર્ષ કરતાં વધારે વાવેતર કર્યું છે તો સાથે જ ઉનાળાની શરૂઆતથી જ જિલ્લામાં ઘાસચારાની તંગી વચ્ચે ખેડૂતોએ મોટી માત્રામાં ઘાસચારાનું વાવેતર પણ કર્યું છે. કચ્છમાં છેલ્લા લાંબા સમયથી અપૂરતી વીજળીના કારણે ખેડૂતો પરેશાન થયા છે. તો જિલ્લામાં આઠ કલાકના બદલે માત્ર છ કલાક સુધીની જ થ્રી ફેઝ વીજળી ખેડૂતોને મળી રહી છે. આવી સમસ્યાઓ વચ્ચે પણ ખેડૂતોએ નોંધપાત્ર ઉનાળુ વાવેતર કર્યું છે. ઉનાળામાં બાજરી, શાકભાજી અને ઘાસચારા ઉપરાંત મગ, મગફળી, તલ, ગોવાર સહિતના પાકોની વાવની કરવામાં આવે છે.ગત વર્ષે ઉનાળામાં કચ્છના ખેડૂતોએ 28,655 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કર્યું હતું જ્યારે કે આ વર્ષે 28,772 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. આ રીતે ઉનાળામાં સતત ચાલી રહી હીટ વેવ વચ્ચે જિલ્લાના જળાશયો સુકાઈ ગયા છે છતાંય કચ્છના ખેડૂતોએ પોતાની ખુમારી દેખાડી વાવેતરમાં કોઈ કસર બાકી રાખી નથી
કચ્છમાં આ વર્ષે ઉનાળા દરમિયાન અડધાથી વધારે વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કરાયું

Recent Comments