fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં એસબીઆઈ એટીએમમાં ત્રાટકેલા લૂંટારૂં સામે લડતાં લડતાં સિક્યોરિટી ગાર્ડનું મોત

કચ્છમાં રાત્રે એક ખૂની ખેલમાં એટીએમના સિક્યોરિટી ગાર્ડની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. જિલ્લાના અંજારમાં આવેલા એસબીઆઈના એટીએમમાં લૂંટના ઈરાદે ત્રાટકેલા ઈસમોએ એટીએમના સિક્યોરિટી ગાર્ડની છરીના ઘા ઝીંકીની ર્નિમમ હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ છે. ઘટના બાદ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો દોડી આવ્યો છે. સિક્યોરિટી ગાર્ડના ગળામાં અને છાતીમાં છરીના ઊપરાછાપરી ઘા ઝીંકાતા તેનું મોત નીપજ્યું હતું. જાેકે, એટીએમમાં કામ કરતો સિક્યોરિટી ગાર્ડ યુવક જુવાનજાેધ હતો અને માત્ર ૨૧ વર્ષની ઉંમરનો હતો.

આ ગાર્ડ મૂળ ભાભર ગામનો રહેવાસી હતો. મૃતક સિક્યોરિટી ગાર્ડના સાળાએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટના એટલી ઘાતકી છે કે સિક્યોરિટી ગાર્ડના રક્તથી સમગ્ર એટીએમમાં લોહીનું ખાબોચીયું ભરાઈ ગયું હતું આમ ખૂબ જ રક્તપાતના કારણે તેનું મોત નીપજ્યું હોવાની આશંકા છે. દરમિયાનમાં એટીએમમાં તોડફોડ થયેલી જાેવા મળે છે જેના આધારે એ આશંકા પ્રબળ બને છે કે લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ ઘટનાને અંજામ આપવામાં નડતર થતા ગાર્ડની હત્યા કરી નાંખી હોય.

લૂંટનો બનાવ સામે આવ્યો નથી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારાઓને શોધવાની તપાસ શરૂ કરી છે. ઘટનાની તપાસ માટે પૂર્વ કચ્છના પોલીસ વડા અને ડીવાયએસપી સહિત અંજાર પોલીસનો સ્ટાફ આવી પહોંચ્યો હતો.

Follow Me:

Related Posts