કચ્છમાં ખેડૂતોએ પાકને પ્લાસ્ટિકના આવરણ લગાડી રક્ષિત કર્યા
કચ્છમાં ડિસેમ્બર માસ અડધો વીતી ગયો છતાં, ઠંડીએ હજુ સુધી ઋતુ પ્રમાણે ઝોર પકડ્યું નથી, પરંતુ હવે ધનુર્માંસ શરૂ થતાં ઠંડીમાં પણ વધારો થવાની સંભાવના જાેવામાં આવી રહી છે, ત્યારે કાતિલ ઠંડીથી પાકને રક્ષિત કરવા ખેડૂતોએ ખેતરમાં મોલ ઉપર પ્લાસ્ટિકના આવરણ લગાડી પાક રક્ષણના પ્રયાસો હાથ ધર્યા છે. શિયાળો આવતા લોકોએ સ્વેટર બહાર કાઢી લીધા છે તો બાગાયત ખેતી કરતા ખેડૂતોએ દાડમના પાકને રક્ષણ આપવા પ્લાસ્ટિક કવર લગાવ્યા છે અને દાડમના ખેતરમાં હાલ પાક ઉપર સફેદ આવરણ લાગેલા જાેવા મળી રહ્યાં છે.
ખાસ કરીને દાડમના પાકને ફૂગ અને જંતુ સાથે બદલતી ઋતુથી પાકને રક્ષણ આપવા ખેડૂતો સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, ત્યારે ભુજ તાલુકાના ભુજાેડી નજીકના દાડમના ખેતરમાં ખેડૂતોએ પાક ઉપર લગાડેલા આવરણના દ્રષ્યો જાેવા મળ્યા હતા. આ અંગે બાગાયત અધિકારી મનદીપ પરસાણીયાએ જણાવ્યું કે, હાલ કચ્છમાં ૧૯ હજાર હેક્ટરમાં દાડમનું વાવેતર કરાયું છે, ત્યારે આ પ્રકારના કવર ફળને પ્રતિકૂળ સ્થિતિમાં રાખવાથી રક્ષણ મળે છે. આ પ્રયાસો એકંદરે આવકારદાયક છે.
Recent Comments