fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં ઠંડીથી લકવા અને હૃદયરોગના દર્દીમાં વધારો

ડિસેમ્બરની શરૂઆતથી જ જિલ્લામાં શિયાળાની ઠંડી જામી ગઇ છે ત્યારે ટાઢ વધવાની સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઠંડીથી હૃદયની રકતવાહિ?નીઓમાં ખેંચાવ આવી જવાથી હૃદયરોગીઓને આ સિઝનમાં વધુ સાવધ રહેવું આવશ્યક છે.ખાસ તો ડાયાબિટીસ,બીપી ધરાવતા દર્દીઓ તેમજ વૃધ્ધોએ વધુ તકેદારી રાખવી જાેઈએ જેનાથી રોગથી બચી શકાય છે.

ઉલ્લેખનીય છે કે,બિનચેપી રોગના દર્દીઓની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા નિરામય ગુજરાત યોજના શરૂ કરવામાં આવી છે, સપ્તાહમાં શુક્રવારે કોઈ પણ સરકારી દવાખાનામાં વ્યક્તિ બિનચેપી રોગોની નિઃશુલ્ક સારવાર મેળવી શકે છે.ઠંડીની સીઝનમાં શરદી,ઉધરસ,તાવની સાથે દમ તેમજ હૃદય રોગ અને લકવાની બીમારીઓનુ પ્રમાણ સામાન્ય દિવસો કરતા વધુ હોય છે.વધુ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સહિતની બીમારી ધરાવતા અને વૃદ્ધ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. તેઓના શરીરમાં લોહીની અંદર પ્લેટનેટની સંખ્યા વધી જાય તો ગંઠાઇ જવાની શક્યતા વધી જાય છે. હ્‌ર્દયમાં લોહી જામી જાય તો હૃદયરોગ અને મગજની ધમનીઓમાં લોહી જામી જાય તો લકવો થવાની સંભાવના રહે છે. જેથી આવી બીમારીઓથી બચવા માટે લોકોએ ગરમ વસ્ત્રો પહેરવા જાેઈએ તેમજ કાન ઢકાઇ રહે તેનું ધ્યાન રાખવું સાથે કાવો સહિતના ગરમ પીણા અને લીલા શાકભાજીની સાથે સૂંઠ અને આરોગ્યપ્રદ ખોરાક લેવો જાેઈએ તેમજ શરીરને હલનચલનમાં રાખવું જાેઈએ જેથી આ બીમારીઓથી બચી શકાય તેવું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો.કશ્યપ બુચે જણાવ્યું હતું

જે લોકો સ્મોકિંગ કરે છે અથવા તમાકુ અને ગુટખાના વ્યસનની ટેવ ધરાવે છે તેઓએ આ સીઝનમાં વધુ સાવચેતી રાખવી જાેઈએ કારણકે,તેઓને પગની ધમનીઓ સંકોચાઈ જતા પગમાં ઝણઝણાટી અને ખાલી આવી જવાની સંભાવના વધી જાય છે. શિયાળાની સીઝનમાં ડાયાબિટીસ,બ્લડપ્રેશર, મેદસ્વીતાપણું ધરાવતા હોય તેવા લોકોએ ખાસ તકેદારી રાખવી જાેઈએ ઘણા લોકોને એસિડિટીના કારણે છાતીમાં દુખાવો થાય તો અવગણના કરી દે છે. શક્ય હોય તો ઇસીજી કરાવવો જાેઈએ જેથી સારવાર થઈ શકે. હાર્ટ એટેકમાં દુખાવો સાથે ડાબી બાજુનો ખભો, હાથ અને કમરમાં પણ દુખાવો આવી શકે તેમ છે જેથી કુમળા તડકામાં વોકિંગ કરવું જાેઈએ તેમજ તળેલા અને ચરબીવાળા ખોરાકની અવગણના કરી લીલા શાકભાજીનું સેવન કરવું જાેઈએ.રાજ્યના સૌથી ઠંડા મથકોમાં કચ્છના નલિયા,ભુજ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ કચ્છમાં વધુ ઠંડી પડે છે.જેથી આ ઋતુગત સીઝનમાં શરદી,ઉધરસ,ખાંસીની સાથે હૃદયરોગના હુમલાઓ તેમજ લકવો અને દમ સહિતના બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે.જિલ્લામાં સામાન્ય સીઝન કરતા ઠંડીના કારણે આ બીમારીઓમાં ૨૦ ટકાનો ઉછાળો જાેવા મળ્યો છે.

Follow Me:

Related Posts