કચ્છમાં ત્રિપલ અકસ્માત, બે યુવકોના મોત

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. આજનો શનિવાર કચ્છના બે યુવકો માટે ગોજારો સાબીત થયો છે. કચ્છ જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. કચ્છ જિલ્લામાં પાલારા જેલ પાસે ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. ઓવરલોડ ટ્રકના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. ઓવરટેક સમયે બેફામ ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. ઓવરલોડ ટ્રકે બાઈકને અડફેટે લેતા બે યુવકોના મોત થયા છે.
Recent Comments