fbpx
ગુજરાત

કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું છે.  કચ્છનાં ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારના ૬ઃ૫૯ વાગ્યે ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી. કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું છે. બે મહિના અગાઉ કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો સૂઈ રહ્યા હતા દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ૨૦ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ આજે બપોરે ૪.૨૭ વાગે આવ્યો હતો. વલસાડમાં ૧ ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર ૩.૩ ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ ૫મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી ૨૮ કિ.મી. ઉત્તરે સવારે ૪.૧૭ વાગ્યે ૩.૨નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.

Follow Me:

Related Posts