કચ્છમાં હજારો પશુઓના મોત થતાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી
કચ્છના ગૌ વંશમાં વ્યાપકપણે ફેલાયેલા લમ્પી ચર્મરોગના કારણે પશુઓની સ્થિતિ અતિ વળસી ગઈ છે. પશ્ચિમ કચ્છના લખપત, માંડવી, નખત્રાણા તાલુકાઓમાં પશુપાલોકોએ પશુઓની ખુવારી મોટા પ્રમાણમાં વેઠી છે જે હવે ભુજ અને મુન્દ્રા તાલુકા બાદ પૂર્વ કચ્છના અંજાર, ભચાઉ અને રાપર તાલુકા સુધી પહોંચી ગયા બાદ ગૌ વંશમાં કાળો કેર વર્તાવી રહી છે. કચ્છના સીમાડાઓ પશુ મૃતદેહોથી ગંધાઈ રહ્યા છે. એક અંદાજ મુજબ ૨૫ હજાર જેટલા ગૌ વંશના મરણ થઈ ચૂક્યા છે. મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામેજ એક હજાર પશુઓના મોત નીપજ્યાં હોવાની વાત છે
ત્યારે પશુ નુક્શાનીનો આંક અનેક ગણો ઊંચો છે તેમાં બેમત નથી એવું વિપક્ષ અને ગૌ સેવા કરતી સંસાથો કહી રહી છે. ત્યારે પુરાણોમાં જેને માતાનો દરજ્જાે આપવામાં આવ્યો છે એવી ગૌના બચાવ માટે ગુજરાતના સપૂતને દોડી આવવું પડ્યું છે. ભુજ પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ ભુજ પાસેના કોડકી રોડ સ્થિત નગરપાલિકા દ્વારા નિર્મિત રાજ્યના પ્રથમ ગૌ વંશના આઇસોલેશન વોર્ડની મુલાકાત લઈ સારવાર લેતા ૧૦૦થી વધુ ગૌ વંશનું નિહાળી હતી અને લમ્પી ચર્મરોગની સારવાર સબંધી માહિતી મેળવી હતી , આ તકે તેમણે ગૌ વંશના ઈલાજમાં ખૂટતી તમામ સુવિધા પૂરી પાડવા અને રોગના અટકાવ તથા બચાવ માટે તંત્ર સાથે બેઠક કરી જરૂરી સૂચનો આપી વહેલી તકે રોગ પર કાબુ મેળવવાની વાત કરી હતી.
લખપત તાલુકાના કૈયારી ગામેથી ગૌ વંશમાં પ્રવેસેલો લમ્પી ચર્મરોગ ત્રણ માસના સમયમાં સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો છે. સંક્રમિત રોગની ભયાનકતા એટલી હદે વધી ગઈ છે કે તેને કાબુમાં લેવો તંત્ર માટે એક પડકાર બની ગયો છે. ત્યારે જિલ્લામાં લમ્પીરોગથી હાજરોની સંખ્યમા ગૌ વંશના મરણ બાદ હવે પશુઓના બચાવ માટે અંતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આજે મંગળવારે ભુજ દોડી આવવું પડ્યું છે. જ્યાં તેમણે ભૂજ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધાંજ નજીકના કોડકી રોડ સ્થિત સુધારાઈ નિર્મિત પશુ આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. જ્યાં લમ્પીગ્રસ્ત ગૌ વંશની ચાલતી સારવાર નિહાળી પશુ ચિકિત્સકો સાથે લમ્પી રોગ વિશે ચર્ચા કરી હતી.
Recent Comments