સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ એકાએક ગરમી વધતા લોકોને ભર ઉનાળા જેવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. તો હીટ વેવની આવી કાળઝાળ ગરમીમાં પોતાને આ ધોમ ધખતા તાપથી બચાવવા લોકો શરીરને ઠંડુ રહવાનું પ્રયત્ન કરી રહ્યા છે. તેવામાં કચ્છમાં એકાએક આઈસ્ક્રીમના વેંચાણમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ઉનાળાની શરૂઆત થઇ હોય તે પ્રમાણે દિવસેને દિવસે ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે તેમજ દિવસ દરમિયાન ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે. તો છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ હીટ વેવ છવાતાં લોકોને ઉનાળાની શરૂઆતમાં જ પસીને રેબઝેબ કરતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આવી આકરી ગરમીથી બચવા લોકો ઠંડા પીણાં અને આઇસક્રીમ નો સહારો લઈ રહ્યા છે. તે કારણે જ જિલ્લામાં આઇસક્રીમની ખરીદીમાં ઘરખમ વધારો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર ગરમીમાં સખત વધારો થતાં લોકો તેમની મનપસંદ આઈસક્રીમ કુલ્ફી કોન વગેરેની મજા માણી રહ્યા છે. સામાન્યપણે કચ્છમાં ગરમીની શરૂઆત મહાશિવરાત્રીથી થતી હોય છે અને હોળી બાદ તાપ વધતા આઇસ્ક્રીમ અને ઠંડા પીણા નું સેવન વધે છે. પણ કચ્છના આઈસક્રીમ ઉત્પાદકો ના મતે આ વર્ષે હોળીના એક અઠવાડિયા પહેલાથી જ આઇસક્રીમની ખરીદીમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વેચાણમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો વધારો આવતા ઉત્પાદકોએ પણ આઈસ્ક્રીમના ઉત્પાદનમાં વધારો કર્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે દરેક વ્યવસાયની જેમ આઈસક્રીમ અને ઠંડા પીણાના ધંધાર્થીઓને પણ ખૂબ માર પડી હતી. તો આ વર્ષે કોરોના માટેના સરકારી નિયંત્રણ હળવા હોતા આઈસ્ક્રીમના ધંધાર્થીઓને આ ઉનાળાની સિઝનમાં સારો વ્યવસાય થવાની આશા જાગી છે. પણ આ વર્ષે દરેક પ્રકારના રો-મટીરીયલ માં અનેક ઘણો ભાવ વધારો થયું હોવાના કારણે ધંધાર્થીઓને પણ ઉત્પાદન મોંઘુ પડી રહ્યું છે. કાચા માલમાં ભાવ વધ્યા બાદ જે ઉત્પાદકોએ આઈસક્રીમના ભાવમાં વધારો કર્યો હતો તેમને પણ વેચાણને અસર થતા ભાવવધારો પાછો ખેંચવો પડયો હતો.
કચ્છમાં હીટ વેવથી બચવા લોકો આઈસ્ક્રીમ તરફ વળ્યા, વેચાણમાં થયો અધધ વધારો

Recent Comments