સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં ૩ બાળકો નદી પાસે બનાવેલ માટીના ઘરમાં દબાઈ જતા મોત નીપજ્યું

નાના બાળકો તમામ વસ્તુઓ રમતમાં લઈ લેતાં હોય છે. પણ અમુક વાર રમત તેમના માટે જીવનની અંતિમ રમત સાબિત થઈ શકે છે. અને તે માટે જ નાના બાળકો રમતાં હોય ત્યારે તેમના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. કચ્છમાં ૩ બાળકો નદી પાસે માટીનું ઘર બનાવી રમતાં હતા. તે સમયે માટીનું ઘર તૂટી પડતાં તમામ બાળકો દટાઈ જતાં તેઓનાં મોત નિપજ્યા હતા.

ભુજ તાલુકાના ખાવડાના હુસેનીવાડ ધ્રોબા ગામે માટી નીચે દટાઇ જવાથી ૩ બાળકોનાં કરૂણ મોત નિપજ્યા છે. ગઇકાલ મોડી રાતનો આ બનાવ છે. ગામ પાસે આવેલ નદીમાં ૩ બાળકો રમવા ગયા હતા. નદી પાસે માટીનું દર બનાવી અંદર બેઠેલાં બાળકો પર માટી ધસી પડતા બાળકોનાં મોત થયા હતા. ત્રણ બાળકોના મોતના સમાચાર આવતા માતા-પિતા આઘાતમાં ગરકાવ થઈ ગયા છે.

મોડે સુધી બાળકો પરત ના આવતાં ગ્રામજનો દ્વારા શોધખોળ સમયે ત્રણે બાળકો દટાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે. હુશેનીવાઢ ધ્રોબાના ગામમાં ૩ બાળકોના ઘટનામાં મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તો આખું ગામ હિબકે ચઢ્યું હતું.

Follow Me:

Related Posts