કચ્છમાં SIIB ધ્વારા કસ્ટમ્સે ગારનેટના પાંચ કન્ટેનર જેમાં લગભગ ૪૦ કરોડનો જથ્થની ધરપકડ કરવામાં આવી
કચ્છમાં ગારનેટના પાંચ કન્ટેનર જીૈંૈંમ્એ ઝડપ્યા છે. કસ્ટમ્સની જીૈંૈંમ્ શાખાએ ગારનેટના પાંચ કન્ટેનર ઝડપ્યા છે. આ કન્ટેનર રાજસ્થાનથી દુબઈ મોકલવાનું આયોજન હતું. કચ્છમાં કસ્ટમ્સ વિભાગે લગભગ ૧૪૦ ટન જેટલો કાર્ગો ઝડપ્યો છે. કચ્છમાં ગારનેટના પાંચ કન્ટેનર જીૈંૈંમ્એ ઝડપ્યા છે. કસ્ટમ્સની જીૈંૈંમ્ શાખાએ ગારનેટના પાંચ કન્ટેનર ઝડપ્યા છે. આ કન્ટેનર રાજસ્થાનથી દુબઈ મોકલવાનું આયોજન હતું. કચ્છમાં કસ્ટમ્સ વિભાગે લગભગ ૧૪૦ ટન જેટલો કાર્ગો ઝડપ્યો છે. ગાર્નેટને બેન્ટોનાઇટ જાહેર કરીને આ જથ્થો મોકલવામાં આવતો હતો.
કસ્ટમ્સ વિભાગે અંદાજે ૪૦ કરોડનો જથ્થો કબ્જે કર્યો છે. કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે ઘણા ગઠિયાઓ નિકાસની રાહતનો ફાયદો ઉઠાવવા માટે ડમી કંપનીઓ બનાવીને સરકારે વર્ગીકૃત કરેલી પ્રોડક્ટ્સની નિકાસ બતાવે છે, પરંતુ તે વાસ્તવમાં બીજાે જ જથ્થો મોકલતા હોય છે જે સરકારની યાદીમાં હોતો નથી. મુખ્યત્વે તેઓએ બહાર મોકલેલી વસ્તુ પરનો વેરો ઊંચો હોય છે, પરંતુ તેઓ તેને જકાતમુક્ત પ્રોડક્ટ તરીકે દર્શાવે છે. આ રીતે તેઓ એક રીતે નિકાસ જકાત બચાવે છે. આને એક પ્રકારની દાણચોરી જ કહી શકાય.
કચ્છમાં આ પ્રકારે દાણચોરી પકડાતા કસ્ટમ્સ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. તેના પગલે કચ્છમાં હવે નિકાસ માટે આવતા કસ્ટમ્સના તમામ શિપમેન્ટની ચકાસણી કરવાની સંભાવના પણ વિભાગ નકારી કાઢતું નથી. કસ્ટમ્સ વિભાગ આ નવા પ્રકારની હરકતના પગલે સાબદુ બની ગયું છે. તેઓએ હવે નિકાસ માટે આવતા મોટા અને મધ્યમ પ્રકારના કન્સાઇનમેન્ટની રેન્ડમલી નહીં પણ નિયમિત રીતે ચકાસણી આગામી સમયમાં કરવા વિચારી રહ્યુ છે. કસ્ટમ્સ વિભાગનું કહેવું છે કે આમ કરનારી કંપનીને જંગી પેનલ્ટી પણ લાગશે અને તેની સામે કસ્ટમ્સ એક્ટ ઉપરાંત ફોજદારી કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ જાે કે હજી સુધી આ પ્રકારના પ્રોડક્ટ મોકલનારી કંપનીનું નામ જણાવ્યું નથી. આમ છતાં જણાવ્યું છે કે આ કેસની તપાસ શરૂ કરી દેવાઈ છે અને આ તપાસમાં આગળ જતાં મોટો ફણગો ફૂટે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. એકાદ આવા ઠગના પગલે બીજા નિકાસકારોએ હવે કસ્ટમ્સની હેરાનગતિનો સામનો કરવાનો આવી શકે છે.
Recent Comments