fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છ યુનિવર્સિટીના ૮ વર્ષથી પ્રશ્નપત્ર આ કૌભાંડવાળા સૂર્યા ઓફસેટમાં છપાય છે

ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી પરીક્ષાના પેપર લીક કાંડનો રેલો પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચી જતાં સરકાર પણ ચોંકી ઊઠી હતી. એટલું જ નહીં, આ પ્રિન્ટિંગ પ્રેસના માલિકને ભાજપ સાથે જૂનો સંબંધ હોવાની સાથે નરેન્દ્ર મોદીનાં પુસ્તકો પણ આ જ પ્રેસમાં છપાયાં હોવાનું બહાર આવતાં મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અસમંજસમાં મુકાયા છે. બીજી તરફ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્‌વીટ કરી ભાજપ પર આક્ષપે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અનેક પરીક્ષાઓના ‘પેપર લીક સેન્ટર’ સૂર્યા ઓફસેટ પ્રેસનો માલિક પુરોહિત ભાજપ-ઇજીજી સાથે જાેડાયેલો છે.

આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં નરેન્દ્ર મોદીજીનાં અનેક પુસ્તકો પ્રિન્ટ થયાં છે. ગુજરાતને આજકાલ પેપર લીક કાંડનું હબ બનાવી દીધું છેહેડકલાર્કના પેપર લીક કાંડમાં સાણંદમાં આવેલી સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના સુરપવાઇઝરની સંડોવણી ખુલી છે અને તેણે સાત લાખ રૂપિયામાં પેપર વેંચ્યો હોવાની વાત સામે આવી છે. સાણંદની આ પ્રિન્ટિંગ પ્રેસનો કચ્છ યુનિવર્સિટી સાથે છેલ્લા આઠ વર્ષથી પ્રશ્નપત્ર છાપવાનો કરાર થયેલો છે. ૨૦૧૩થી કચ્છ યુનિવર્સિટીના પેપર તો કયાંય લીક નથી થઇ ગયા ને તેવો સવાલ આશ્ચર્ય સાથે ખડો થયો છે. પેપર લીક કૌભાંડભાંડના ભારે પડધા પડયા છે, જેમાં પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝર સહિત આઠેક શખ્સોની અટકાયત કરી છે, અમુક શખ્સોના ઘરમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, સાણંદની જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું છે ત્યાં જ કચ્છ યુનિવર્સિટીના જુદી જુદી પરીક્ષાઓના પ્રશ્નપત્ર છપાય છે. ૨૦૧૩થી કચ્છ યુનિવર્સિટી સાથે સાણંદની આ પ્રિન્ટિંગ પ્રેસનો કરાર થયેલો હોવાનું આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જાે કે, કચ્છ યુનિવર્સિટીના સત્તાધિશોએ કોન્ફિડેન્શિયલના બહાના તળે કઇ અને કયાંની પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાય છે તે જાહેર કરવાનું ટાળ્યું હતું.

હાલમાં જ્યારે સમગ્ર રાજ્યના યુવાઓમાં ભરતીકાંડનો મુદ્દો ચર્ચાના સ્થાને છે, તેમજ આગામી સમયમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ નજીક આવી રહી છે, ત્યારે આ મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. કચ્છ યુનિવર્સિટીનો ૨૦૧૩થી એક જ પ્રિન્ટિંગ પ્રેસ સાથે કરાર થયેલો છે, ત્યાં જ તમામ પરીક્ષાના પ્રશ્નપત્ર છપાય છે. થોડા વર્ષ અગાઉ ઓડિટમાં આવેલી ટીમે પ્રશ્નપત્ર છાપકામ કરતી પ્રિન્ટિંગ પ્રેસના કોન્ટ્રાકટ અંગે ખામી પણ કાઢી હતી, જાે કે બાદમાં ઘીના ઠામમાં ઘી ભળી જતા મામલો સુલટાવી દેવાયો હતો. રજીસ્ટાર જી. એમ. બુટાણીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, પરીક્ષાના પ્રશ્નપત્રનો મુદ્દો હોવાથી હું કાંઇ કહી શકુ નહીં, પરીક્ષા નિયામક સાથે વાત કરો તેમ કહી હાથ ઉંચા કરી લીધા હતા. જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર બહાર આવ્યું હોવાની પોલીસે જાહેરાત કરી છે તે પ્રિન્ટિંગ પ્રેસના પુરોહિત નામના શખ્સ વિરુદ્ધ ભૂતકાળમાં યુનિવર્સિટીનું પેપર લીક થવાના મામલે ગુનો દાખલ થયો હતો અને એક મહિના જેવું જેલમાં પણ રહી આવ્યાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પસંદગી મંડળે પેપર છપાવવા આ પ્રિન્ટીંગ પ્રેસની જ પસંદગી કેમ કરી તે બાબત શંકાસ્પદ બની રહી છે.

Follow Me:

Related Posts