સૌરાષ્ટ - કચ્છ

કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં કોરોનાનો કેરઃ ૫ એપ્રિલ સુધી યુનિવર્સિટી બંધ કરાઇ

દેશભરમાં કોરોનાની બીજી લહેર જાેવા મળી રહી છે. સરહદી ક્ચ્છ જિલ્લામાં પણ કોરોનાનો હાહાકાર જાેવા મળી રહ્યો છે. ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા ક્ચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં કોરોનાના કેસ વધતા યુનિવર્સિટીની કામગીરી આગામી ૫ એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી છે. ક્ચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, અધ્યાપકો, સિક્યોરિટી ગાર્ડ સહિત તેમના પરિવારજનો મળી કુલ ૧૫ લોકો સંક્રમિત થતા ફફડાટ વ્યાપી ગયો છે.

અગાઉ પણ યુનિવર્સિટીના કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા યુનિવર્સિટી ત્રણ દિવસ બંધ રાખવામાં આવી હતી ત્યારે ફરી એકવાર યુનિવર્સિટીમાં કોરોના વ્યાપ વધતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના આરોગ્ય માટે ક્ચ્છ યુનિવર્સિટી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.

Related Posts