ગુજરાત

કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં સતત વધારો

વર્ષ ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં ૮૩૬૬.૫૯ કરોડ રૂપિયાના જ્યારે વર્ષ ૨૦૨૧માં ૯૭૧૯.૭૨ કરોડ રૂપિયાના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ થયું હતું. નેચરલ ડાયમંડના કટએન્ડ પોલિશ્ડનું એક્સપોર્ટ તો વધી જ રહ્યું છે. પરંતુ સાથે સાથે લેબગ્રોડ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૯ના એપ્રિલથી નવેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ ૨૦૨૧માં લેબગ્રોડ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં ૧૯૬.૯૯ ટકાનો વધારો થયો છે. ૨૦૨૧ સુધીમાં જેમ અને જ્વેલરીની નિકાસ ગત ૨ વર્ષની સરખામણીમાં અમારી અપેક્ષા કરતાં ઘણી સારી રહી છે.

સારા સમાચાર એ છે કે વિશ્વના સૌથી મોટા જ્વેલરીનો ઉપયોગ કરતાં દેશ યુએસએએ આ વર્ષે ભારતમાંથી ખરીદીમાં વધારો કર્યો છે.’ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એપ્રિલથી નવેમ્બરમાં ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૧માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં ૨૧.૦૬ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં એપ્રિલથી નવેમ્બર મહિનામાં ૯૪૨૯૮.૮૪ કરોડના જ્યારે વર્ષ ૨૦૨૧માં ૧૨૦૩૯૮.૯૦ કરોડ રૂપિયાના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે વર્ષ ૨૦૧૯ના નવેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ ૨૦૨૧માં એક્સપોર્ટમાં ૧૧.૪૨ ટકાના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં વધારો થયો છે.

Follow Me:

Related Posts