કઠલાલના ગોગજીપૂરામાં રહેતા ચંદ્રસિંહ ઝાલાના ભાઇ ભરતભાઇ ઉં.વ. ૫૦ સોમવારના રોજ ગામમાં આવેલ સિધ્ધનાથ મહાદેવના દર્શન કરવા નીકળ્યા હતા. રોડની સાઇડમાં ચાલીને જઈ રહ્યા હતા તે સમયે એક ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ચાલીને જતા ભરતભાઈને પાછળથી અડફેટે મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ ભરતભાઇના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા. ત્યાં ભરતભાઈ બેભાન અવસ્થામાં પડયા હતા
તેથી તેને તાત્કાલિક સારવાર અર્થે કઠલાલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. ચન્દ્રસિંહ શનાભાઈ ઝાલાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસ ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.કઠલાલ ગોગજીપુરામાં રહેતા આધેડ સવારે મહાદેવના મંદિરે દર્શન કરવા રોડની સાઇડમાં ચાલતા જતા હતા. તે સમયે ગાડીના ચાલકે પાછળથી અડફેટે મારતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજયુ હતુ. સ્થાનિક પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
Recent Comments