fbpx
ગુજરાત

કઠેડામાં સરકારઃ ગુજરાતના ગામડાઓની વાત કરો, માત્ર અમદાવાદની નહીં

કોવિડ-૧૯ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની આજે બરાબરની ઝાટકણી કાઢી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો ન્ની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. ત્યારે આજે ફરી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થ છે, જેમાં ફરી રેમડેસિવિર ઈન્જેક્શનના મામલે કોર્ટ સરકારને ખખડાવી રહી છે.

સિનિયર એડવોકેટ આંનદ યાજ્ઞિકે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ લેબ હોવી જાેઈએ તેમજ દરેક મ્યુનિસિપાલિટીમાં પણ ટેસ્ટિંગ ફેસિલિટી હોવી જાેઈએ. ટ્રાઇબલ વિસ્તારો જિલ્લામાં ઇ્‌-ઁઝ્રઇની બહુ તકલીફો છે; બેડ પણ મળતાં નથી, સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુવિધા ઊભી કરવી જાેઈએ, ગામડાંમાં ડોકટરોની કમી છે, જેના પર ધ્યાન આપવું જાેઈએ.

હાઈકોર્ટે આકરા તેવર બતાવીને ગુજરાત સરકારને પૂછ્યું કે, ૧૫ અને ૧૬ માર્ચથી ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમ છતાં કોરોના ટેસ્ટીંગ કેમ ઓછું કર્યું. ત્યારે આ મુદ્દે ગુજરાત સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતા કહ્યું હતું કે, નવેમ્બર મહિનાથી કેસ ઘટ્યા હતા, માટે ટેસ્ટીગ ઓછું કર્યું હતું. સરકારને પણ કોરોનાની સ્થિતિ માટે ચિતા છે. હાલ ખ્તદ્બઙ્ઘષ્ઠ ગ્રાઉન્ડ પર િંॅષ્ઠિ ટેસ્ટ માટે કાર થ્રુ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ પર હોસ્પિટલ બાધવાનુ આયોજન રાજ્ય સરકારે ૧૫ દિવસ પહેલા પી.આઈ.એલ પહેલા જ કર્યુ હતું. રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. આખીય મશીનરી કોવિડ ૧૯ માટે ટોપથી બોટમ સુધી રાજ્ય સરકારની તમામ મશીનરી કોરોના નિયંત્રણ માટે લાગેલી છે.


હાઈકોર્ટે કયા કયા મુદ્દે સરકારને ટપાર્યા
૧૫ અને ૧૬ માર્ચથી ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમ છતાં કોરોના ટેસ્ટીંગ કેમ ઓછું કર્યું.
૧૦૮ ની જે લાઈનો દેખાય તે તમે જાેઈ છે. તેને લઈને અમે એસઓપી જાહેર કરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેતી રહી કે ગાઈડલાઈનનું કરો, પરંતુ રાજ્ય સરકાર માની જ નથી રહી

રેમડેસિવિર મામલે રષ્ઠ એ રાજ્ય સરકારને ઉધડો લઈને પૂછ્યું કે, રેમડેસિવિરને અમૃત બનાવી દીધું છે, કે જે લેશે તે બચશે. તબીબો કેમ રેમડેસિવિરનો કોઈ વિકલ્પ નથી આપી રહ્યા. ઝાયડ્‌સ રેમડેસિવિર માત્ર ૮૯૯ રૂપિયામાં આપી રહી છે, જ્યારે કાળાબજારમાં તે ઇજેક્શન ૧૨ હજારથી વધુ કિંમતમાં મળી રહ્યા છે તો સરકાર કેમ કાળાબજારી પર રોક નથી લગાવતી. તમે જે રેમડેસિવિરની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી

આરટીપીસીઆર ટેસ્ટ ક્યારે અને કેવી રીતે પબ્લિકને જલ્દીથી મળશે તે સરકાર જણાવે. મોટા ટાઉન અને તાલુકામાં આરટીપીસીઆરની શું સગવડ છે તેમાં સરકારન રસ છે. પરંતું ડાંગમાં ટેસ્ટિંગને લઈને કોઈ જ વ્યવસ્થા નથી. અમદાવાદના ય્દ્બઙ્ઘષ્ઠ ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ કરવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શું વ્યવસ્થા છે તેમાં હાઈકોર્ટને રસ છે.

અમે આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો
ૐષ્ઠ નો રાજ્ય સરકારને સવાલ, તમામ મીડિયામાં સમાચાર આવે છે કે રાજ્યમાં બેડ અને ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત છે તો તેને લઈ તમારું શુ કહેવું છે


હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી
કંઈ કહે છે,
ઝ્રસ્ઇ બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શુ છે ?


ૐષ્ઠ એ સરકારને સવાલ કર્યો કે, રેમડેસિવિર મામલે તમારા નિષ્ણાંત તબીબોના સૂચનોની સાથે અન્ય ડોક્ટરોને પણ સાથે રાખી રેમડેસિવિરની આડઅસર અંગે માહિતગાર કરો. જેથી લોકલ ડોક્ટર લોકોને જરૂર વગર ઈન્જેક્શન લખે નહિ. મીડિયામાં આવ્યુ છે કે, ડોક્ટરોએ રેમડેસિવિર ઇન્જેશન જેમને જરૂર નથી તેવા લોકોને પણ આપ્યા છે. તેમજ કાળાબજારી પર પણ રાજ્ય સરકાર દેખરેખ રાખે
કમલ ત્રિવેદી તમને ખબર છે ખરી ઇન્જેક્શનની ડિમાન્ડ અને જરૂરિયાત કેટલી છે


અમદવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઇન્જેક્શન છે, પરંતુ ભવિષ્યમાં શું પરિસ્થિતિ થશે તેનો ખ્યાલ છે

૭૦૦૦ કેસ રોજના આવે છે એવું તમે કહો છો. રોજના ૫૦૦૦ એડમિટ થાય છે. તો જે લોકો ઘરે છે તેમને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત નથી પડવાની. તો શા માટે ઇન્જેક્શનની અછત પડી રહી છે.

તમે જે કહો છો કે ઇન્જેક્શનની અછત છે તે વાત માનવામાં આવે તેવી નથી. તમારા જ આકડાં છે.

રેમડેસિવિરર ઇન્જેક્શન ક્યાં મળે છે અને કેવી રીતે મળે છે તેનો ઉલ્લેખ કેમ એફીડેવિટમાં નથી. તેનું પેજ ક્યાં છે. તમે કહો છો કે ૫૩% બેડ ખાલી છે. તો શા માટે લોકોને હોસ્પિટલની બહાર ઉભું રહેવું પડે છે, ઘરે જવું પડે છે. અમે વાત આખાય ગુજરાતની છે.
હાઈકોર્ટે કહ્યું, હોસ્પિટલ એવા દર્દીઓને દાખલ કરતી નથી જેમને ઓક્સિજનની જરૂર હોય. હવે ઓક્સિજનની પણ કાળાબજારી થઈ રહી છે. ઓક્સિજનના બ્લેક માર્કેટિંગ અંગે તપાસ કરો. ઓક્સિજન મળે તેની વ્યવસ્થા કરો

Follow Me:

Related Posts