કડકડતી ઠંડીમાં માતા પોતાનું પાપ છુપાવવા તાજા જન્મેલા બાળકને જી.જી હોસ્પિટલના ગેટ પાસે મૂકીને ફરાર
જામનગરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. આવી કડકડતી ઠંડીમાં એક નીર્દયી માતા તાજા જન્મેલા બાળકને જી.જી. હોસ્પિટલના ગેટ પાસે મૂકીને ફરાર થઇ ગઇ હતી. મોડી રાત્રે ચા પીવા આવેલા યુવકની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગાયનેક વિભાગને સોપ્યું હતું. જામનગરની જી.જી હોસ્પિટલના ગેટ બાજુના ઁર્ઝ્રં પાસે કોઈ મહિલા તાજા જન્મેલા નવજાત બાળકને કપડામાં વીંટેલી હાલતમાં ફેંકી ફરાર થઈ હતીય રાત્રિના સમયે ચા પીવા આવેલ યુવાનની નજ બાળક પર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગાયનેક વિભાગમાં લઇ જતાં તાત્કાલિક બાળકની સારવાર કરવામાં આવી અને બાળક દસ મીનીટ પહેલા જન્મેલું હોવાની પ્રાથમીક વિગત આપી હતી.
ત્રોમાંથી મળતી માહિતી મુજબ બે મહિલા એક કલાકથી હોસ્પિટલની આજુબાજુ આંટાફેરા કરતી હતી અને અડધી રાત્રે રોડ ઉપર બાળકને જન્મ આપી પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી ફરાર થઈ હતી. અડધી રાત્રે બાળકને જન્મ આપી બંને મહિલા બાળકને ફેંકી દઈ ફરાર જવાની વાત વાયુવેગે પ્રસરી જતા માતા ઉપર ફિટકાર વરસ રહ્યો હતો, આતો રાહદારીની નજર સમયસર રડતા નવજાત પર પડી નહીંતર બાળકને કુતરા ફાડી ખાત, હાલતો બાળક તંદુસ્ત છે અને નવજાત બાળકને આ રીતે મૂકીને જતાં રહેલાં માતા તથા સાથે રહેલ મહિલાને શોધવાનું શરૂ કરાયું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા ઝ્રઝ્ર્ફ તપાસવાનું શરૂ કરાયું છે.
Recent Comments