fbpx
રાષ્ટ્રીય

કડક સુરક્ષા વચ્ચે યુપીના બાહુબલી મુખ્તાર અનસારી બાંદા જેલમાં ખસેડાયા

ઉત્તર પ્રદેશ પોલિસ બાહુબલી મુખ્તાર અંસારીને લઈને બાંદા જેલ પહોંચી ગઈ છે. યુપી પોલિસ મુખ્તારને એમ્બ્યુલન્સમાં બેસાડીને કડક સુરક્ષા વચ્ચે બાંદા લઈને આવી છે. આ વિશે માહિતી આપીને સીઓ સત્ય પ્રકાશ શર્માએ કહ્યુ કે મુખ્તાર અંસારીને કડક સુરક્ષા વચ્ચે એમ્બ્યુલન્સમાં બેસાડીને પંજાબની રોપડ જેલમાંથી અહીં સુધી લાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ હુમલાની સંભાવનાને પગલે અંસારીને બુલેટપ્રૂફ જેકેટ પહેરાવીને બાંદા લાવવામાં આવ્યો છે.

બાંદા જેલ પહોંચવા પર મુખ્તાર અંસારીને હાલમાં બેરેક નંબર ૧૬માં રાખવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેને બેરેક નંબર ૧૫માં શિફ્ટ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે બાંદા જેલનુ નિરીક્ષણ હવે ડ્રોનથી થશે અને બેરેક નંબર ૧૫માં સીસીટીવી કેમેરે લાગેલા છે. એટલુ જ નહિ બાંદા જેલમાં વધુ ૩૦ સુરક્ષાકર્મી આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ૨૬ માર્ચે સુપ્રીમ કોર્ટે પૂર્વાંચલના ડૉનના નામથી જાણીતા મુખ્તાર અંસારીને યુપી સરકારને સોંપવાના આદેશ આપ્યા હતા ત્યારબાદ આજે અંસારીને યુપી લાવવામાં આવ્યો છે.

મુખ્તાર અંસારીની પત્ની અફશાં અંસારીને ફેક એનકાઉન્ટરની શંકા છે અને આના કારણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મુખ્તાર અંસારીની સુરક્ષાની માંગ કરવામાં આવી છે. અફશાંએ કોર્ટને મુખ્તાર અંસારીની સુરક્ષા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપવાની માંગ કરી છે.

મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીએ મુખ્તાર અંસારીના જીવને જાેખમ હોવાનુ જણાવ્યુ છે. આ પહેલા પણ તેને બાંદા જેલમાં ચામાં ઝેર મિલાવીને આપવામાં આવ્યુ હતુ. અફઝલે કહ્યુ છે કે મુખ્તારની બિમારીની પણ ચિંતા છે. તમને જણાવી દઈએ કે મુખ્તાર હાલમાં ડિપ્રેશનમાં છે, તેને વ્હીલચેરમાં બેસાડીને એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અંસારી હાલમાં યુપીની મઉ વિધાનસભાથી બસપાનો ધારાસભ્ય છે, જે સીટ પર ૧૯૯૬થી તેનો સતત કબ્જાે છે. યુપી પોલિસના જણાવ્યા મુજબ હાલમાં ઉત્તર પ્રદેશ સહિત બાકી જગ્યાઓએ તેની સામે કમસે કમ ૫૨ કેસ નોંધાયેલા છે જેમાંથી ૧૫ તો ટ્રાયલના સ્તરે છે. તેના પર હત્યા, બળજબરીથી વસૂલી, અપહરણ, મારપીટ જેવા સંગીન આરોપ છે.

Follow Me:

Related Posts