fbpx
ગુજરાત

કડીના બપીયારા રોડ ઉપર રિક્ષાને ગાડી ચાલકે ટક્કર મારી, પેસેન્જરને બંને પગે ઇજાઓ પહોંચી

કડી તાલુકાના બપીયારા રોડ ઉપર રિક્ષામાં બેસીને સાણંદ તરફ જઈ રહેલી રીક્ષાને ગાડી ચાલકે ટક્કર મારતા રિક્ષાની અંદર બેઠેલા પેસેન્જરને બંને પગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાવલુ પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાણંદ ગામે રહેતા અને મૂળ દાહોદના મુકેશ કે જે પોતે મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યાં છે.

જે દરમિયાન મુકેશ અને તેમના ભાઈ દિનેશ બપીયારા ગામે માટીપુરાનું કામકાજ ચાલતું હોય સાણંદથી મજૂરી કામ કરવા માટે બપીયારા ગામ ખાતે આવેલા હતા. કામ પૂરું થતાં બંને ભાઈઓ બપીયારાથી નીકળીને લક્ષ્મણપુરા રોડ ઉપર ઉભા રહ્યાં હતા. બંનેને સાણંદ જવાનું હોય સાધનની રાહ દેખીને ઉભા હતા. જે દરમિયાન મેળા આદરજ ગામ તરફથી આવી રહેર એક રિક્ષાને હાથ લાંબો કરીને ઉભી રાખી હતી.

બંને ભાઈઓ રિક્ષામાં બેસીને સાણંદ તરફ જવા માટે નીકળ્યા હતા. કડી તાલુકાના બપીયારા ગામેથી રિક્ષામાં બેસીને સાણંદ તરફ જઈ રહેલી રીક્ષાને બ્રેઝા ગાડીએ અચાનક જ ટક્કર મારતા રિક્ષા સાઈડમાં ખસી ગઈ હતી. જ્યાં અંદર બેઠેલા દિનેશને બંને પગે ઇજાઓ પહોંચી હતી. જ્યાં અકસ્માત સર્જાતા ગાડી ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો અને દિનેશને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ ખાતે બંને પગે દિનેશનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં બાવલું પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Follow Me:

Related Posts