ગુજરાત

કડીના બલાસર પાસે બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનું કટિંગ, ૧૩ શખ્શોને ઝડપ્યા

કડીના બલાસરની સીમમાં આવેલ શારદા ઓઈલ મિલના બંધ ગોડાઉનમાં વિદેશી રાખી કટિંગ કરવાની પ્રવૃતિ ચાલતી હોવાની બાતમી આધારે કડી પોલીસે ઓચિંતી રેડ પાડી રૂ.૪૮.૨૯ લાખના દારૂ સાથે રૂ.૫.૭૦ લાખનો ગોળ તેમજ રોકડ વાહન અને મોબાઈલ સહિતનો કુલ રૂ.૭૪.૬૯ લાખના મુદ્દામાલ સાથે ૧૩ શખ્સોને ઝડપી લઈ અન્ય વોન્ટેડ બે મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. રાત્રિ દરમિયાન કડી પોલીસ આગામી વિધાનસભા ચૂંટણી લગત પેટ્રોલિંગની કામગીરીમાં હતી. તે દરમિયાન દેત્રોજ રોડ સ્થિત બલાસર નર્મદા કેનાલ નજીકથી પસાર થતા કડીના કોન્સ્ટેબલ મહેશજીને ખાનગી રાહે બલાસર ગામની સીમમાં આવેલ શારદા ઓઈલ મિલના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂ રાખી કટિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. પીઆઈ એન.આર.પટેલે સ્ટાફને સાથે રાખી ઓચિંતી રેડ પાડતાં હાજર શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે મિલને કોર્ડન કરીને ૧૩ શખ્સોને ઝડપી પોલીસે સર્ચ કરી વિદેશી દારૂની ૯૬૫૮ બોટલો રૂ.૪૮.૨૯ લાખનો ઝડપી લીધો હતો. તેની સાથે ગેરકાયદે ખાદ્યગોળના ૯૫૦ કટ્ટામાં રાખેલ ૨૮૫૦૦ કિ.ગ્રા.ગોળ રૂ.૫.૭૦ લાખનો ઝડપી લીધો હતો.પોલીસે સ્થળ પરથી ટ્રક,કાર,રિક્ષા સહિતના વાહન નંગ ૦૯ રૂ.૨૦ લાખના કબ્જે કર્યા હતા.ઝડપાયેલ શખ્સો પાસેથી પોલીસે ૧૦ મોબાઈલ રૂ.૪૨૦૦૦ ના તથા રોકડા રૂ.૨૮૪૦૦ મળી કુલ રૂ.૭૪૬૯૪૦૦ નો મુદ્દામાલ ઝડપી લઈ ૧૩ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે બે વોન્ટેડ આરોપી સૈયદ અમીરમીયા ઉર્ફે મુન્નો સતારમીયા (રહે.તાજમહેલ ફ્લેટ,જાસલપુર રોડ, કસ્બા, કડી) તેમજ સાધુ યજ્ઞેશભાઈ નરોતમભાઈ (રહે.કરણપુર, કડી ) વાળા સહિત અન્ય બે શખ્સોને ઝડપવા કવાયત હાથ ધરી છે.

Related Posts