કડીના વાધરોડા ચોકડી પાસે યુવાનને ૩ ઇસમોએ હુમલો કર્યો, ઢોર માર પણ માર્યો
કડીના વાઘરોડા ચોકડી પાસે મોટર સાયકલ લઈને જતા યુવાનને ૩ ઈસમોએ ઉભો રાખીને “તું આપણા કંપનીના શેઠને અમારા વિરૂદ્ધ કેમ ચડામણી કરે છે” એમ કહીને ધોકા તેમજ લાકડીઓ વડે હુમલો કરતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં બાવલું પોલીસે ૩ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કડીના વાઘરોડા ગામના વતની ગૌરાંગ ઠાકોર કે જેઓ રાત્રિ સમય દરમ્યાન વાધરોડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. જ્યાં રૂધીકજી ઠાકોર સહિતના ઈસમોએ ગૌરાંગ ઠાકોરને ઉભો રાખીને કહ્યું કે “તું આપણી કંપનીના શેઠને અમારા વિરુધ્ધ ચડામણી કેમ કરે છે” તો ગૌરાંગ ઠાકોરે કહ્યું કે, હું આ વિષય બાબતે કંઈ જાણતો નથી, તેવું કહેતા ત્રણેય ઈસમોએ ઉશ્કેરાઈ જઈને ગૌરાંગ ઠાકોર ઉપર લાકડીઓ તેમજ ધોકા વડે હુમલો કરતા ગૌરાંગ ઠાકોરે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગૌરાંગ ઠાકોરને મારમાંથી બચાવ્યો હતો. ગૌરાંગ ઈજાગ્રસ્ત થતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કલ્યાણપુરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગૌરાંગને વધુ ઈજાઓ પહોંચતા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે ઘટનાની જાણ બાવલું પોલીસને થતા બાવલું પોલીસે ત્રણ ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી
Recent Comments