ગુજરાત

કડીની સર્વ વિદ્યાલય કેમ્પસમાં શિક્ષણમાં ટેકનોલોજીથી થયેલા ફેરફારોની અસરો ઉપર સેમીનાર યોજાયો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર અને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ વિદ્યાલય કેમ્પસમાં રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીના સંદર્ભમાં શિક્ષણમાં ટેકનોલોજીથી થયેલા ફેરફારોની અસરો ઉપરના સેમીનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડો. ટી. એસ. જાેશી (સલાહકાર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, પૂર્વ ડાયરેકટર, જીસીઈઆરટી)એ રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીના મહત્વના પાસાઓ ઉપર તેમજ તેના અમલીકરણ માટે સ્કૂલના વડાઓએ તેમજ શિક્ષકોએ શું કરવું જાેઈએ તે અંગે પ્રવચન આપ્યું હતું. કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના ચેરમેન વલ્લભભાઈ પટેલની ઉપસ્થિત રહી તેમના વક્તવ્યમાં ૧૦૩ વર્ષ કરતા પણ વધારે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સર્વ વિદ્યાલય ખરા અર્થમાં તેના નામ પ્રમાણે સર્વની સંસ્થા બની સમાજના તમામ વર્ગોમાં કરેલા શિક્ષણ યજ્ઞ થકી સમાજમાં પરિવર્તન માટે હમેશા પ્રયત્નશીલ છે.

આ ઉપરાંત તેમણે સંસ્થા દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને ફીના અભાવે કે બીજા સામાજિક કારણોથી અભ્યાસ છોડવો પડે નહીં તેની પણ કાળજી રખાય છે તેની વાત કરી હતી. વધુમાં તેમને ઉપસ્થિત સર્વે પ્રિન્સીપાલ તેમજ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં યોજાયેલા સેમિનારમાં ઉપસ્થિત ડો.અશોક ઠક્કર (ટાસ્કફોર્સ મેમ્બર-એનઈપી, ગુજરાત) એ ખુબજ રસાળ શૈલીમાં વર્તમાન સમયમાં વિદ્યાર્થી, માતા-પિતા તેમજ શિક્ષકો વચ્ચે કઈ રીતે તાલમેલ કરી વધુ સારું શીખવાનું અને શીખવવાનું કરી શકાય તે અંગે પ્રવચન આપ્યું હતું. એમ. બી. એ કોલેજના ડાયરેક્ટર, ડો. ભાવિન પંડ્યા દ્વારા સંસ્થામાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલય અને કોલેજાેની માહિતી આપી હતી.

આ સેમીનાર માટે ડો. એ. કે. મોઢપટેલ સાહેબ (ડીઈઓ, મહેસાણા) તેમજ ડો. ગૌરાંગ વ્યાસ (ડીપીઈઓ, મહેસાણા) એ પણ માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે આ સેમીનાર માં ૮૦ થી પણ વધારે સ્કૂલોના તેમજ કડી કેમ્સના ડાયરેકટર ડો. અજય ગોર તેમજ ડો. કપિલ ત્રિવેદી અને સ્કુલ તેમજ કોલેજાેના પ્રિન્સીપાલો, અધ્યાપકો તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. સેમીનાર પૂર્ણ થયે ડો. સંજયભાઈ શાહ, પ્રિન્સીપાલો આભારવિધિ કરી હતી

Related Posts