ગુજરાત

કડીમાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા પીપલ ફોર એનિમલના સભ્યની રજૂઆત

કડી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાંને બંધ કરાવવા જીઁઝ્રછ(પીપલ ફોર એનિમલ )ના સભ્ય મનોજ બારૈયાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી માંગણી કરી છે. કડી શહેરમાંથી ઘણીવાર કતલખાને લઈ જવાતા પશુ કે ગેરકાયદેસર માંસનો જથ્થો પોલીસના હાથે ઝડપાય છે. થોડા દિવસો પહેલાં જ પીપલ ફોર એનિમલના સભ્યોએ કતલખાને લઈ જવાતા પાડાને પોલીસની હાજરીમાં બચાવી લીધો હતો. સૌપ્રથમ મનોજ બારૈયાએ કડી પાલિકા પાસે માહિતી અધિકાર મુજબ કડીમાં ચાલતા કતલખાના અને ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ લીધેલા પગલાં વિશે માહિતી માંગી હતી.

જેથી કડી પાલિકાએ તેમના દ્વારા કતલખાના અંગે કોઈ લાયસન્સ આપ્યા નહિ હોવાનું તેમજ ગેરકાયદેસર ચાલતા કતલખાના અંગે કોર્ટ મેટર ચાલતી હોવાથી કોઈ પગલાં નહિ લીધા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પીપલ ફોર એનિમલના સભ્યએ જિલ્લા પોલીસ વડાને આ ગેરકાયદેસર કતલખાના તેમજ માંસની દુકાનો બંધ કરાવવા રજુઆત કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે કડીના કસ્બા વિસ્તારમાં ગૃહ મહાજનની સામે માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે ક્રુરતાપૂર્વ ભેંસોનું કતલ કરવાના કતલખાના તેમજ માંસની દુકાનો ચલાવવામાં આવે છે. જેને તાત્કાલિક બંધ કરાવવા પત્ર લખી લેખિત રજુઆત કરવામાં આવી હતી.

Related Posts