ગુજરાત

કડીમાં ભાજપ દ્વારા જાેરશોરથી પ્રચાર શરૂ, ભાજપના ઝંડા સાથે બાઈક રેલીનું આયોજન

૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અલગ અલગ પક્ષો દ્વારા કડી વિધાનસભાની બેઠક પર પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. ત્યારે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કડી દ્વારા કમર કસી લેવામાં આવી છે અને દરેક બોર્ડમાં કાર્યાલયના ઉદ્‌ઘાટન પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કડી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કમળ સર્કલેથી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. ૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કડી દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઈક રેલીનું પ્રસ્થાન કડી થોળ રોડ પર આવેલા કમર સર્કલેથી થયું હતું.

કડી શહેર ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ તેમજ કડી નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા બાઇક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બાઈક રેલી કડીના કરણનગર રોડ, હાઇવે ચાર રસ્તા, ગાંધી ચોક, ટાવર પટેલ ભુવન, ભાગ્યોદય હોસ્પિટલ, ધરતી સીટી, અયોધ્યા રામજી મંદિર જકાત નાકા થઈને કમળ સર્કલે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ મહિલા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts