fbpx
ગુજરાત

કડી તાલુકાના વડુ ગામે યોજાયો વેરાઇ માતાનો ચાર દિવસીય ગરબા મહોત્સવ

કડી તાલુકાના વડુ ગામે વેરાઈ માતાજીનો ગરબો વળાવતી વેળાએ એન. આર. આઈ પરિવાર સહિત આખુ ગામ ઉમટી પડ્યું હતું. કડી તાલુકાના વડુ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ચાર દિવસ ગરબા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ નિમિત્તે વેરાઈ માતાજી મંદિર અને માતાજીને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. કડી તાલુકાના વડુ ગામે ગરબા મહોત્સવ નિમિત્તે આખા ગામને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વડુ ગામે વેરાઈ માતાજીનો ફૂલોનો બનાવેલો મોટો ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. માતાજીનો ગરબો ચોકમાં રાખી એન.આર.આઈ પરિવાર સહિત ગામજનો ગરબે ઘુમ્યા હતા. વડુ ગામે ત્રીજના દિવસે શ્રી વેરાઈ માતાના ગરબાને મહાઆરતી બાદ વાજતે ગાજતે ડીજેના તાલે ગામજનોએ વળાવ્યો હતો. ત્યારબાદ ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો.

Follow Me:

Related Posts