fbpx
ગુજરાત

કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો, ૨૬ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર

ભાજપે ચૂંટણી લડ્યા વગર જ જિલ્લા તાલુકા પંચાયતની ૨૧૯ બેઠક પર જીત મેળવી છે. ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થયું છે. ચૂંટણી પહેલા કાૅંગ્રેસના ૧૬૫થી વધુ ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ મેંડેટમાં ગરબડ થવાના કારણે અનેક ઉમેદવારો ફોર્મ ભરી નહીં શકતા ભાજપને બિનહરિફ બેઠકો મળવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની ૨૪ તાલુકા પંચાયતની ૧૧૦ અને નગર પાલિકાની ૮૫ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
રાજયમાં ૨૮ ફેબ્રુઆરીએ ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા ચૂંટણી યોજાશે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વતન કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૩૬ બેઠકો પૈકી ૨૬ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. પાંચ વોર્ડની ૨૦ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

Follow Me:

Related Posts