ગુજરાત

કડોદરા પોલીસે પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે પ્રોહિબિશનનાં ગુનામાં છેલ્લા ૩ વર્ષથી વલસાડ પોલીસ મથકનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેનાં વિરુદ્ધ અન્ય પણ બે પોલીસ મથકમાં ભૂતકાળમાં ગુનો દાખલ થયો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કડોદરા જી.આઈ.ડી.સીનાં એ.એસ.આઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છેલ્લા ૩ મહિનાથી વલસાડ ટાઉન પોલીસ મથકમાં પ્રોહીબિશનનાં ગુનામાં વોન્ટેડ આરોપી હાર્દિક પટેલ કે જે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ સહયોગ હોટલની સામે રોડ પર જાહેરમાં ઉભેલ છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં આરોપી હાર્દિક પટેલને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ પારડી, કપરાડા અને વાપી ટાઉન પોલીસ મથકમાં ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયા હતા.

Related Posts