ગુજરાત

કણકોટ ગામના લોકોને પૂરતુ પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ

રાજકોટના કણકોટ ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓેએ આકરો વિરોધ નોંધાવ્યો. રોડ પર ચક્કાજામ કરી પ્રાથમિક સુવિધાઓ આપવાની માગ કરી. છેલ્લા ઘણા સમયથી પૂરતુ પાણી ન મળતા આક્રોષિત મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓની રજૂઆત છે કે ભૂગર્ભ ગટર, પાણીની તંગી અને પાકા રોડ રસ્તાનો પણ ગામમાં અભાવ છે. બે મહિનાથી ગામમાં પાણી ન આવતા ગામલોકો સ્વખર્ચે ટેન્કર મગાવવા મજબુર બન્યા છે.

અનેકવાર પાણીની તંગી અંગે ગામલોકો રજૂઆત કરી ચુક્યા છે છતા નિરાકરણ ન આવતા ગામલોકો પાણી વિના હેરાનગતિ ભોગવી રહ્યા છે. ગામલોકોએ કમિશનર કચેરી સુધી રજૂઆત કરી છતા સ્થિતિ ન સુધરતા મહિલાઓએ રાજકોટ- મેટોડા- કાલાવડ હાઈવે પર ટ્રાફિકજામ કરી વિરોધ નોંધાવ્યો. જાે કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લોકોને વિખેર્યા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો.

Related Posts