fbpx
ગુજરાત

કણભાનાં કુહા ગામમાં બે દિવસ પહેલા થયેલી ખેડૂતની હત્યામાં બે ઝડપાયાખનન માફીયાઓએ બુલડોઝર ફેરવી દઈને મોત નિપજાવ્યુ હતુ

અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુહા ગામની ગૌચરની જમીન પર ખનન માફિયા દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતુ હતુ. ગામની ગૌચરની જમીનની બાજુમાં જ કાંતીજીનું ખેતર આવેલું હતુ. ગૌચરની સાથે ખેડૂત કાંતીજીના ખેતરમાં પણ માટીનું ખનન કરવામાં આવતું હતું. જેનો વિરોધ કરવા જતા ૫૨ વર્ષિય કાંતીજી બારૈયા પર ખનન માફીયાઓએ બુલડોઝર ફેરવી દઈને મોત નિપજાવ્યુ હતુ. જે હુમલામાં અન્ય એક યુવકને પણ ઈજાઓ પહોચી હતી. સમગ્ર મામલે ફરિયાદને આધારે પોલીસે જેસીબી ચાલક વિપુર કલારા અને ક્લીનર જીતમલ મહિડાની ધરપકડ કરી છે. કણભા પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા હકિકત સામે આવી કે ગૌચરની જમીન પર ગેરકાયદે ખનન કરવામાં આવતુ હતુ.

જેથી પોલીસે એક જેસીબી, ૩ ડમ્પર, એક બાઈક અને મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ આરટીઓ દ્વારા તપાસ કરતા ખનન માફિયા એવા હિરા લામકા અને તેના પુત્ર અક્ષય લામકાનુ નામ સામે આવ્યુ છે. જેઓ ગેરકાયદેસર સરકારી જમીનમાં ખનન કરી માટીનુ વેચાણ કરતા હતા. જેથી પોલીસે ખાણખનીજ વિભાગને પણ આ અંગે જાણ કરી છે. ખનન માફિયા પિતા પુત્રનુ નામ સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હત્યામાં તેમની કોઈ સંડોવણી છે કે કેમ અને અગાઉ કેટલા ગુના તેમના વિરુધ્ધ નોંધાયા છે જે અંગે તપાસ શરુ કરી છે.

Follow Me:

Related Posts