અમદાવાદને નજીક આવેલા કણભા પાસેના ગામમાં બે મહિલાઓની ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મહિલાઓ રોજ લાકડા વીણવા માટે ઘરથી જતી હતી, તે સમયે આજે પણ ઘરેથી નીકળી હતી. પરંતુ ઘણા સમય સુધી તેઓ પરતના આવતા એમના પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા. જ્યાં બંને મહિલાઓની લોહીમાં લથપથ લાશ મળી આવી હતી. હાલ કણભા પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભુવલડી ગામમાં રહેતા મંગીબેન અને ગીતાબેન રોજ બપોરે પોતાના નિત્ય ક્રમ પ્રમાણે ગામની નજીક આવેલી સીમમાં લાકડા કાપવા માટે જતા હતા. આજે બપોરે પણ તેઓ લાકડા કાપવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ પરતના આવતા તેમના પરિવાર જેની શોધખોળ હાથ ધરી હતી. પરિવારજનો બંનેને શોધી રહ્યા હતા ત્યારે તેમની લાશ મળી આવી હતી.
કણભા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ બનાવના સ્થળે પહોંચ્યા હતા. હાલ બંને મહિલાઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી રહી છે, જ્યારે હત્યાનું કારણ જાણવા માટે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ નજીક ડબલ મર્ડર થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ત્યાં પહોંચી છે અને આરોપીને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. અગાઉ પણ અમદાવાદના ગોમતીપુરમાં પરિણીતાના સંબંધી હોટલ પાસે બેસીને વાતચીત કરતા હતા. તે દરમિયાન માથાભારે યુવક છરી લઇને આવ્યો અને આડાસંબંધ મામલે યુવકે એક સાથે ચાર લોકો પર છરી વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ થતા સરાવર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોમતીપુર વિસ્તારમાં આવેલા પાકવાડામાં રહેતા આરીફહુસેન શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઇરફાન ઉર્ફે ગોલી ઉસ્માનખાન પઠાણ અને શાકીબ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આરીફહુસેન તેના ફોઇના દિકરાની એન.કે.રેસ્ટોરન્ટમાં નોકરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આરીફહુસેનના ફોઇના દિકરા રીઝવાન શેખની પત્નીના સમશેરબાગ ખાતે રહેતા ઇરફાન ઉર્ફે ગોલી સાથે આડાસંબંધ હતા.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાને પતિએ તેના પ્રેમી સાથે ઝડપી પાડતા પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. મૃતકની પત્નીએ પતિ ગુમ થઈ ગયો હોય તે પ્રકારની વાત પોલીસને જણાવી હતી. પરિવારજનોએ તેના ગુમ થયાં અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.



















Recent Comments