કતારગામમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિડીયો બનાવી પડાવ્યા રૂ. ૧.૨૬ કરોડ
સુરત શહેરમાં એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ૧૦ જેટલા લોકો એક યુવકને વેપારની લાલચ આપીને એક દુકાનમાં લઈ ગયા હતા. અહીં યુવક વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાદમાં આ કૃત્યનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી ૧.૨૬ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આટલા રૂપિયા પડાવ્યા છતાં યુવકને બ્લેકમેઇલ કરનારા લોકોની માંગણી શરૂ જ રહી હતી. બીજી તરફ ઘરમાંથી રૂપિયા ગાયબ થવા બાબતે પિતાએ તેના પુત્રની પૂછપરછ કરી હતી. જે બાદમાં પુત્રએ તેની સાથે બનેલી ઘટનાની પિતાને કહી સંભળાવી હતી. જે બાદમાં પિતાએ ૧૦ લોકોની ટોળકી સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ મામલે પોલીસ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, કતારગામના ૨૦ વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી તેનો વીડિયો ઉતારી ધંધો કરવાના બહાને બ્લેક મેઇલ કરી ૧.૨૬ કરોડ પડાવી લેનાર ૧૦ લોકોની ટોળકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. કતારગામ વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા દુધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છ માસ અગાઉ યુવકના પિતાએ તબેલો વેચી દેતા તેમની પાસે રૂ.દોઢ કરોડ જેવી રકમ આવી હતી.
આ વાતની જાણ કતારગામ લલિતા પાર્કમાં રહેતા જયદિપ અરવિંદ ટાંકને થતાં જયદિપે યુવકને બોલાવીને સેનેટાઇઝરનો ધંધો કરવાની લાલચ આપી હતી. જયદીપે કતારગામ આંબાવાડી સોનલ પાર્કમાં રહેતા લાખા ઉર્ફે ભરત બોધા સાટિયાને સાથે લીધો હતો. લાખાએ તેના ભાઇ ભોળા, વિજય તેમજ કતારગામ નંદનવન સોસાયટીમાં રહેતા સાગર સાટિયા, ભોલા મેર, કનો સાટિયા, કતારગામા બંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી, વૃન્દાવન સોસયટીમાં રહેતા જેનીશ કલસરીયા અને રોમા સાટિયા સાથે મળીને યુવકને લલચાવ્યો હતો.
Recent Comments