કતારગામમાં વેપારીને ૪ લૂંટારુંએ લૂંટી લીધો, લૂંટ ચલાવી ભાગતા લૂંટારા સીસીટીવીમાં કેદ
સુરતના કતારગામ વિસ્તારમાં હીરાનો વેપારી લુંટાયો હતો. હીરા વેપારીને ચાર જેટલા લૂંટારુઓ ધક્કો મારી અંતરીને લાખોના હીરાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે કતારગામ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસે સીસીટવીના આધારે તાપસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં જેરામ મોરાની વાડી ખાતે આવેલ એક હીરા કારખાના વેપારી કનૈયાલાલ પ્રજાપતિ સાથે લૂંટની ઘટના બનવા પામી છે, કનૈયાલાલ પ્રજાપતિ પોતાનું કારખાનું બંધ કરી પોતાની સાથે ૨૦થી ૨૫ લાખના હીરા લઈ જઈ રહ્યો હતો. દરમિયાન કારખાનાના પાર્કિંગમાં જ ચાર જેટલા અજાણ્યા ઈશમોએ તેમને ધક્કો મારી ખાતરીને હીરા લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક કતારગામ પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
કતારગામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરતાં લૂંટારૂઓની હરકત સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું. કારખાનામાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ચાર જેટલા અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધી હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિને આંતરી તેમની પાસેથી હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ આ હીરા વેપારીને અગાઉથી જ રેકી કરતા હોવાની હાલ શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. જાેકે હાલ તો પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુઓના પગેરું સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી ગોહિલ પાસેથી મળતી માહિતી મુજબ હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિએ નિવેદન લખાવ્યું છે કે, તેઓ સાંજે અંદાજે ૨૦ થી ૨૫ લાખના હીરા લઈ પોતાની સાથે જઈ રહ્યા હતા.આ હીરા તેઓ સેફ વોલ્ટમાં મુકવા સાથે લઈને નીકળ્યા હતા અને કારખાનામાંથી નીચે ઉતરતા જ કારખાનાના પાર્કિંગમાં ચાર જેટલા લૂંટારુઓ આવી તેમને ધક્કો મારી હીરા લઈ ફરાર થઈ ગયા હતા. હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિની ફરિયાદ અને સીસીટીવીના આધારે હાલ તો પોલીસે લુટ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments