સુરતના કતારગામમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લીકેજના લીધે જાેરદાર બ્લાસ્ટ થતાં બાદ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. જાેકે ફ્લેશ ફાયરના થવાને કારણે ૧૪ જેટલા રત્નકલાકારો દાઝી જવાથી નાની મોટી ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં બે વ્યક્તિને વધુ ઇજા થઇ હોવાનું જામવા મળ્યુ હતું. ફાયર બ્રિગેડ પાસેથી મળેલ વિગત મુજબ કતારગામમાં ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાયમંડની પાસે આવેલી બિલ્ડિંગમાં આર.બી ઓર્નામેન્ટ નામક કારખાનામાં હીરા સફાઇ અને ઘરેણા કે દાગીના અંગે સહિતનું કામ કરવામાં આવે છે.
જાેકે આજે મંગળવારે સવારે કારખાનામાં ૨૦ થી ૩૦ જેટલા કામદારો કામ કરવામાં વ્યસ્ત હતા. તે સમયે અચાનક ગેસ લીકેજના લીધે જાેરદાર પ્રચંડ ધડાકા સાથે ફ્લેશ ફાયર થયું હતું. બાદમાં આગ લાગતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડતા ત્યાં અફડાતફડી અને ભાગદોડ થઈ જવા પામી હતી. જેમાં ૧૪ જેટલા કામદારોને નાની મોટી રીતે દાઝી ગયા કે ઈજા થઈ હતી. જેથી તમામને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વાહનમાં લઈ ગયા હતા. બે વ્યક્તિને વધુ ઇજા થઈ હોવાનું ફાયર સૂત્રઓ કહ્યું હતું. ત્રણ ફાયર સ્ટેશનની સાત ગાડી સાથે ફાયર અધિકારી અને લાસ્કરો ઘટના સ્થળે ધસી ગયા હતા. ત્યાં ધુમાડો વધુ હોવાથી બે અધિકારી અને ચાર ફાયર જવાનો ઓક્સિજન માર્ક્સ પહેરીને પાણીનો છંટકાવ કરતા અડધા થી પોણો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જયારે આગના લીધે ફર્નીચર, એ.સી, વાયરીંગ સહિત માલસામાને અને ચીજવસ્તુઓને નુકસાન થયુ હતું.
Recent Comments