કતારમાં મૃત્યુદંડ પરના ૮ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા
કતારમાં મૃત્યુદંડ પરના ૮ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી સાત સોમવારની વહેલી સવારે ભારત પરત ફર્યા છે. કતારથી ભારત પરત આવ્યા બાદ બધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપતા કહ્યું કે તેમના પ્રયાસોના કારણે જ આજે આપણે આપણા દેશમાં પાછા આવી શક્યા છીએ. કતારથી ભારત પરત ફર્યા બાદ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ જવાનોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
આ દરમિયાન નૌકાદળના એક પૂર્વ કર્મચારીએ છદ્ગૈં સાથે વાત કરતા કહ્યું કે અમે ભારત આવવા માટે દોઢ વર્ષથી રાહ જાેઈ છે. આ માટે અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના હસ્તક્ષેપ વિના આ શક્ય બન્યું ન હોત. અન્ય એક ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીનું કહેવું છે કે ભારત સરકારના સતત પ્રયાસો બાદ જ આ શક્ય બન્યું છે. જાે પીએમ મોદીએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો અમારા માટે અહીં ઊભા રહેવું શક્ય ન હતું. અમે પીએમ મોદીના હૃદયપૂર્વક આભારી છીએ.
આ સિવાય ભારતીય નૌકાદળના અન્ય જવાનોનું કહેવું છે કે ભારત પરત ફર્યા બાદ અમે ખૂબ જ ખુશ છીએ. જાે પીએમ મોદીએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો આ શક્ય ન બન્યું હોત. આ સાથે તેણે કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાનીનો આભાર માન્યો હતો. કતારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓમાં કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન નવજેત સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા અને નાવિક રાગેશ ગોપાકુમારનો સમાવેશ થાય છે.
આ તમામની ઓગસ્ટ ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકાર કતારમાં અટકાયતમાં રાખવામાં આવેલા અલ-દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિનું સ્વાગત કરે છે. તેમાંથી આઠ ભારતીયોમાંથી સાત સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે.
Recent Comments