ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામ ખાતે આવેલ હજારો વર્ષ જૂનું માં કોળાંબા ધામ કમળાઇ માતાજી ના મંદિર કદમગીરી ખાતે શ્રી કમળાઈ માતાજી ના નૂતન મંદિરનું ભૂમિ પૂજન તારીખ 5 /12 ને રવિવારના રોજ બપોરના 4:00 વાગે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂજ્ય મોરારીબાપુ સહીત સૌરાષ્ટ્ર ભરના સંતો મહંતો પધારશે છે. આ પૂજ્ય સંતો ના હસ્તે શ્રી કમળાઈ માતાજી ના નૂતન મંદિરનું ભૂમિપૂજન વિધિ થશે. સાથે 5:00 કલાકે કોળાંબા ધામ ડુંગર ઉપર માતાજીના સાનિધ્યમાં ભવ્ય ધર્મસભા નું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ તકે સમગ્ર શ્રી કમળાઈ માતાજી કુળદેવી માંનતા તમામ લોકો તમામ જ્ઞાતિના લોકો હાજર રહેશે. દરેક ભાવિકો ને પધારવા કમળા શક્તિપીઠ કદમગીરી દ્વારા જણાવાયું છે
કદમગીરી ધર્મ સ્થાન ખાતે મોરારીબાપુ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમોનું આયોજન

Recent Comments