fbpx
સૌરાષ્ટ - કચ્છ

કપકપાતી ગરમી માં ટાઢક આપતી શક્કરટેટીનું કચ્છના અબડાસામાં વિક્રમી ઉત્પાદન

કચ્છમાં હજુ તો માર્ચ માસમાં જ ગરમીનો પારો ૪૦ ને પાર થઇ ગયો છે . તેવામાં લોકોને ગરમીમાં ઠંડક આપતી સક્કરટેટીનું અબડાસામાં આગમન થઇ ગયું છે . અબડાસા તાલુકાના ખીરસરા , નાગોર , સાંધવ , ભાચુંડા , કોઠારા , કનકપર સહિતના વિસ્તારમાં સક્કરટેટીમાં લોખંડી ઓળખાતા રોગ વચ્ચે પણ નામે વિક્રમજનક વાવેતર અને ઉત્પાદન થયું છે . આ વિસ્તારમાં અંદાજે ૭૦૦ એકરથી પણ વધુ વિસ્તારમાં આ વર્ષે સક્કરટેટીની ખેતી કરવામાં આવી છે . અહીંની રેતાળ જમીન અને અલગ – અલગ વિસ્તારમાં ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા ટી.ડી.એસ. વાળા પાણી પણ સક્કરટેટીને અનુકૂળ આવે છે . આ અંગે વધુ વિગત આપતાં કોઠારાના ખેડૂત અગ્રણી કુંભાર કાસમ હારુને જણાવ્યું હતું કે , બિયારણની શરૂઆત રૂા .૯૫૦૦ પ્રતિ કિલોગ્રામથી થઈને ૨૨૦૦૦ પ્રતિ કિલોગ્રામ સુધી અલગ અલગ ક્વોલિટી પ્રમાણે મળે છે . જેટલું બિયારણ મોંઘુ એટલું ઉત્પાદન વધુ અને મીઠાશ વધારે અને રોગો ઓછા આવે છે . પ્રતિ એકરે ૫૦૦ ગ્રામ જેટલું બીજ , પ્લાસ્ટિક પેપરના ચારેક રોલ , તેમજ ૩૫૦૦ ના ભાવે મળતા દેશી ખાતરના પાંચેક ટ્રેકટર ટ્રોલી ખાતર આપવું પડે છે . સ્થાનિકે છુટકમાં ૨૫ થી ૩૫ રૂપિયે કિલો વેચાય છે . પરંતુ અબડાસામાં એટલી માંગ ન હોવાથી તેમજ ઉત્પાદન વધુ હોવાથી જિલ્લાના અન્ય વિસ્તારમાં વેચાણ કરવાની ફરજ પડે છે . હાલમાં આ વિસ્તારની સક્કરટેટી ખરીદવા માટે નલિયા , માંડવી , ભુજ , અંજાર અને નખત્રાણા સહિતના જથ્થાબંધ વેપારીઓ આવી રહ્યા છે . ખેડૂત સક્કરટેટી એકઠી કરીને જથ્થાબંધ વેપારીને આપે છે . ત્યારબાદ પેકિંગ , મજૂરી ખર્ચ તેમજ ટ્રાન્સપોર્ટ સહિતનો તમામ ખર્ચ હોલસેલ વેપારીઓ ઉઠાવે છે . નવેમ્બરમાં લેવામાં આવેલા પાક હમણાં પુર બહારમાં ફાલ્યો જ છે . જે જૂન જુલાઈ સુધી બજારમાં મળશે . માર્ચ અને એપ્રિલ સુધી મળતી સક્કરટેટીમાં મીઠાશ વધુ હોય છે ત્યારબાદના પાકમાં મીઠાશ ઘટતી જાય છે .

Follow Me:

Related Posts