કપડવંજ એસ.ટી ડેપોની કપડવંજ મોરબી રૂટ પર ફરતી જીજે.૧૮.ઝેડ.૮૦૪૨ બસ મોરબીથી પરત અમદાવાદ થઈ કપડવંજ આવી રહી હતી. જે દરમિયાન મોરબી ખાતે રહેતા સાગરભાઇ દિનેશભાઈ બોસિયા તેમના મામાનો પરિવાર અને તેમની મંગેતર કોમલબેન પ્રવીણભાઈ ગોહિલ મોરબી થી અમદાવાદ આવી રહ્યા હતા. અમદાવાદ ઉતર્યા બાદ કોમલબેને ગળામાં પહેરેલ દોઢ તોલાની સોના કિં.રૂ.૮૦ હજારની ચેન બસમાં પડી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જે બાબતની જાણ સાગરભાઇએ કપડવંજ એસ?.ટી ડેપોમાં મુસાફરી દરમ્યાન ફરજ બજાવતા કંડકટર જયદીપસિંહ સોલંકીને કરી હતી. જયદીપસિંહ સોલંકીએ બે દિવસ બાદ બસમાં ફરીથી તપાસ હાથ ધરી હતી. જેમાં કોમલબેન જે સીટ પર બેઠા હતા તે સીટના ખૂણામાંથી ચેન મળી આવી હતી. જે ચેઈન એસટી કંડકટર જયદીપસિંહએ સાગર બોસિયા અને કોમલબેન ગોહિલને કપડવંજ એસટી ડેપોમાં બોલાવી ચેઈન પરત કરી પ્રમાણિકતા દાખવી હતી. સાગર બોસિયા અને કોમલબેન ગોહિલે એસટી કંડકટર અને એસટી ડેપોનો આભાર વ્યક્ત કર્યો હતો.
.
Recent Comments