કપડવંજના વેપારીને ૨.૬૩ લાખના લાકડા લઈ મોરબીના ઈસમે પૈસા ન ચૂકવતા ફરિયાદ
ખેડા જિલ્લાના કપડવંજ શહેરના ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ૪૭ વર્ષીય દિનેશભાઈ લખમશીભાઈ પટેલ પોતે વેપારી છે અને તેઓ પરિશ્રમ વુડસ સપ્લાયર્સના વહીવટ કર્તા છે. ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાની પરિશ્રમ વુડસ સપ્લાયર્સ ખાતે હાજર હતા. ત્યારે તેમના મોબાઇલ ફોન પર મોરબી જિલ્લાના વિજયભાઈ નામનો ફોન આવેલો હતો. અને આ વિજયભાઈએ જણાવ્યું હતું કે અમારે લાકડું ખરીદવાનો ઓર્ડર આપવાનો છે. જેથી લાકડાનો ભાવતાલ બંનેએ નક્કી કરેલો અને કપડવંજના વેપારીએ પાસેથી વુડ સાઈઝના ૩થી ૪ ફુટના નંગ ૧૩૮૧૮ જે ૨૪.૮૦૧૮ ઘન મીટર લાકડાની કીંમત રૂપિયા ૨ લાખ ૧૮ હજાર ૯૩૮ તથા જીએસટી મળી કુલ રૂપિયા ૨ લાખ ૬૩ હજાર ૫૩૮ના લાકડાનો જથ્થો આઈસર ટ્રક મારફતે જણાવ્યા મુજબના સરનામે ડિલિવર કરવામાં આવ્યું હતું.
આ સમયે વિજયભાઈ જણાવેલ કે તમારું પેમેન્ટ માલ મળ્યા બાદ તુરંત આપી દેવામાં આવશે. જાેકે ડિલિવર કરવા ગયેલ ડ્રાઇવર મારફતે માત્ર તેનું ભાડું આપી રવાના કરી દેવાયો હતો. આ સમયે જુદા જુદા બહાના બતાવી આજકાલમાં પેમેન્ટ કરાવી દઈશ તેમ જણાવી આ વાતને રફેદફે કરી હતી. જે બાદ કપડવંજના વેપારીએ ઓતરા દિવસોએ ફોન કરતા આ વિજયભાઈનો ફોન સ્વીચ ઓફ બોલતો હતો તો ક્યારેક ઉપાડે તો કહે કે હું અત્યારે કામમાં છું પાંચ મિનિટમાં તમને ફોન કરું એમ કહી ફોન કાપી નાખતો હતો. ગત ૨૧ માર્ચના રોજ કપડવંજના વેપારી દિનેશભાઇએ ઉપરોક્ત વિજયભાઈને ફોન કરતા તેઓએ જણાવેલ કે તમારો બિલનું પેમેન્ટ આપવાનો નથી તમારાથી થાય તેમ કરી લો તેમ કહેવા લાગ્યો હતો. જેથી કપડવંજના વેપારી દિનેશભાઇએ પોતાની આઈસર ટ્રક ડ્રાઇવર તથા અન્ય લોકો મારફતે જ્યાં માલની ડીલીવરી કરવા મોકલાવેલ હતો તે સ્થળ મોરબી મુકામે છે તપાસ આદરી હતી.
જ્યાંથી ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો જે જગ્યા પર માલની ડિલિવરી કરવામાં આવી હતી તે જગ્યાના માલિક રજનીભાઈ ઉમા મેનીફેક્ચરિંગમા તપાસ કરતા ઉપરોક્ત માલની તમામ કિંમતો વિજયભાઈ મને ચૂકવી આપી તેઓની પાસેથી માલ ખરીદેલ હોવાનું ઘટસ્ફોટ થયો હતો. વેપારીએ આ વિજયભાઈ તથા તેઓના મોબાઈલ નંબર બાબતે પૂછપરછ કરતા જે નંબર પરથી ફોન આવ્યો હતો તે જગદીશભાઈ ઉર્ફે જયદીપ અણદાભાઈ આલ (રહે.લીલાપરા રોડ, સાત હનુમાન સોસાયટી, મોરબી)ના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કપડવંજના વેપારીને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતાં તેઓએ આ સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસ મથકે જગદીશભાઈ ઉર્ફે જયદીપ અણદાભાઈ આલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આઈપીસી ૪૨૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. આ વિશ્વાસઘાતમા જગદીશભાઈ ઉર્ફે જયદીપ અણદાભાઈ આલે પોતાનું ડમી નામ ઊભુ કરી કપડવંજના વેપારીને છેતર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.ખેડા જિલ્લાના કપડવંજમાં વુડ્સ સપ્લાયર્સના વેપારીને લાકડાનો સોદો કરવો મોંઘો પડ્યો છે. મોરબીના ઈસમે કપડવંજના વેપારી પાસેથી રૂપિયા ૨.૬૩ લાખના વુડ સાઈઝના લાકડાનો જથ્થો લઇ નાણાં ન ચૂકવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે સંપૂર્ણ તપાસ કરતા જ્યાં માલની ડિલિવરી કરવામાં આવી હતી ત્યાંથી આ શખ્સને ઉપરોક્ત માલની કિંમત ચૂકવી આપી હોવાનો પર્દાફાશ થયું હતું. આથી વેપારીને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતાં આ સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસમાં ઉપરોક્ત શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
Recent Comments