રેલિયા ચેક પોસ્ટ ઉપરથી દારૂની ૮,૧૬૧ બોટલો આઈશરમાં લઈ જતા રાજસ્થાનના બે શખ્સો પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂા. ૯.૭૬ લાખના દારૂ સાથે રૂા. ૧૮.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કપડવંજ તાલુકાના રેલિયા ચેક પોસ્ટ ઉપર તા. ૧૯-૯-૨૪ના રોજ રાત્રે ૮.૪૫ કલાકે રાજેસ્થાનની આઈશરમાં આરોપીઓ વિરસિગ રતીરામ ગુજ્જર, જ્ઞાનસિંહ ઈશારામ ગુજ્જર રહે. રાજસ્થાનવાળા રેલીયા ચેક પોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલાએ કુલ ૬,૮૬૧ બોટલ વિદેશી દારૂ તેમજ ૫૦૦૦નો મોબાઈલ સાથે ૯,૮૧,૫૭૦ તેમજ નવ લાખ રૂપિયાની આઇશર સહિત કુલ મુદામાલ ૧૮,૮૬,૫૭૦ સાથે ઝડપી પાડયા હતા. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા બંને શખ્સો સહિત તપાસમાં ખુલે તે તમામ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી બંને આરોપીના રીમાન્ડ મેળવવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
કપડવંજની એક ચેક પોસ્ટ પર રૂપિયા ૯.૭૬ લાખનો વિદેશી દારૂ ભરેલી આઈશર પકડાઈ


















Recent Comments