હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે. ત્યાં દિવાળીના તહેવાર પહેલા જ કપાસિયા તેલના ભાવમાં ભડાકો થયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ૧૦૦ રુપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ વધીને ૧૬૧૦ રુપિયાએ પહોંચ્યો છે તો દિવાળી બાદ લગ્નની સિઝન હોવાથી આગામી સમયમાં હજી પણ ભાવ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ લગભગ ૧૦ દિવસ પહેલા સિંગ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. તેમજ ડબ્બાનો ભાવ હાલ રૂપિયા ૨૭૫૦થી ૨૮૦૦ સુધી પહોંચ્યો છે.તેમજ છેલ્લા દોઢ મહિનામાં સીંગતેલના ભાવમાં રૂપિયા ૩૦૦થી ૩૫૦ સુધીનો ઘટાડો થયો છે. કારણ કે બજારમાં મગફળીની પુષ્કળ આવક થતા ઓઇલ મિલો ફરીથી ધમધમતી થઇ છે.
કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ૧૦૦ રુપિયાનો વધારોતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ વધીને ૧૬૧૦ રુપિયાએ પહોંચ્યો

Recent Comments