કપિલ શર્માએ સંઘર્ષ બાદ આજે કોમેડીની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. કપિલ શર્માએ શરૂઆતમાં ‘ધ કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ શો હોસ્ટ કર્યો હતો. ત્યારબાદ કપિલે ‘ધ કપિલ શર્મા શો’ પ્રોડ્યૂસ કર્યો હતો. જાેકે, થોડાં સમય બાદ આ શો બંધ થઈ ગયો હતો. ૨૦૧૯માં સલમાન ખાને આ શો પ્રોડ્યૂસ કર્યો હતો. તે સમયે કપિલને એક એપિસોડ દીઠ ૩૦ લાખ રૂપિયા મળતા હતા. ટૂંક સમયમાં શોની નવી સિઝન શરૂ થશે. આ વખતે કપિલની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
કપિલ શર્માને હવે એક એપિસોડ દીઠ ૫૦ લાખ રૂપિયા મળશે. એટલે કે એક અઠવાડિયાના ૧ કરોડ રૂપિયા મળશે. આ શો અઠવાડિયામાં બે દિવસ (શનિ-રવિ) આવે છે. આ રીતે કપિલ શર્માને એક મહિનામાં ૪ કરોડ રૂપિયાની કમાણી થશે.
કપિલ શર્મા ડિજિટલ ડેબ્યૂ કરવાનો છે. વેબ શો માટે કપિલ શર્માએ ૧૧ કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. ‘કપિલ શર્મા શો’ના એક એપિસોડમાં કૃષ્ણા અભિષેકે શત્રુધ્ન સિંહાને કહ્યું હતું કે ડિજિટલ ડેબ્યૂ માટે કપિલને ૨૦ કરોડ રૂપિયા મળ્યા છે. જાેકે, આ વાત સાચી છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
૨ એપ્રિલ, ૧૯૮૧માં અમૃતસર, પંજાબમાં જન્મેલા કપિલનું અસલી નામ શમશેર સિંહ છે. તેણે ‘લાફ્ટર ચેલેન્જ’ની ત્રીજી સિઝન જીતીને પોતાની અલગ જગ્યા બનાવી હતી. આ શો જીતવા બદલ કપિલને ૧૦ લાખ રૂપિયા મળ્યા હતા. જીતેલી રકમમાંથી કપિલે પોતાની બહેનના લગ્ન કરાવ્યા હતા. હિંદી શોની સાથે સાથે કપિલે પંજાબી શોમાં પણ કામ કર્યું હતું. કપિલે ટોટલ ૯ ‘લાફ્ટર’ શો જીત્યા હતા.
કપિલે જ્યારે ‘લાફ્ટર ચેલેન્જ ૩’ માટે અમૃતસરમાં ઓડિશન આપ્યું હતું ત્યારે તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. દિલ્હી જઈને ઓડિશન આપ્યું તો તેની પસંદગી કરવામાં આવી હતી. કપિલ શર્માએ પછી પોતાનો શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ શરૂ કર્યો હતો. આ શોની ક્રિએટિવ ડિરેક્ટર પ્રીતિ સિમોસ હતી. કપિલનું નામ પ્રીતિ સાથે ચર્ચાવા લાગ્યું હતું.
Recent Comments