કપિલ શર્મા દરેક એપિસોડ માટે ૫ કરોડ રુપિયાનો ચાર્જ લે છે
કપિલ શર્મા એક એવો કોમેડિયન છે. જેમણે ટીવીના પડદાં પર મોટું નામ કમાયું છે. કદાચ કોઈ ટીવી સ્ટારે આટલું મોટું નામ કમાયું હશે. હવે એવું પણ કહી શકાય કે, તેનો ટીવી શો નહિ પરંતુ આખી કમાણી ટીવીમાંથી થાય છે.હાલમાં કપિલ શર્માનો શો નેટફ્લિકસ પર આવે છે. તેની બીજી સીઝન ચાલી રહી છે. ત્રીજી સીઝનની જાહેરાત પણ થઈ ચૂકી છે. તેનો આ શો ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના નામથી સ્ટ્રીમ થાય છે. જેના માટે તે અંદાજે ૫ કરોડની આસપાસ ચાર્જ લે છે. બોલિવુડ હંગામા માં છપાયેલા એક રિપોર્ટ મુજબ કપિલ શર્મા દરેક એપિસોડ માટે ૫ કરોડ રુપિયાનો ચાર્જ લે છે. એક દિવસ માટે પણ કહી શકાય છે. હવે તો ટીવીમાં સૌથી વધારે ચાર્જ લેનાર સ્ટાર બની ગયો છે.
તમને જણાવી દઈએ કે, કેટલાક એવા બોલિવુડ સ્ટાર છે. જે એક ફિલ્મ માટે જેટલો ચાર્જ લે છે તેટલો કપિલ શર્મા એક એપિસોડમાં લઈ લે છે, બોલિવુડ સ્ટારને કેટલાક મહિના સુધી શૂટિંગ કરવું પડે છે. જ્યારે કપિલ શર્મા એક એપિસોડમાં આટલો ચાર્જ લઈ લે છે. બોબી દેઓલની વાત કરીએ તો કંગુવા માટે તેમણે ૫ કરોડ રુપિયા લીધા છે. થલપિત૬૯ માટે પણ આટલો જ ચાર્જ લીધો છે. ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા તેને ૩૦ વર્ષ થઈ ચૂક્યા છે.
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની પહેલી સીઝનમાં ૧૩ એપિસોડ હતા એટલે કે, તેમણે એક સીઝનમાં ૭૫ કરોડની કમાણી કરી હતી. બીજી સીઝન ચાલી રહી છે. જેના ૫ એપિસોડ આવી ચૂક્યા છે અને હજુ વધુ એપિસોડ આવશે, તેમજ ત્રીજી સીઝન પણ આવી રહી છે. હાલમાં કપિલ શર્માની નેટવર્થ ૩૦૦ કરોડની આસપાસ બતાવવામાં આવી રહી છે. જે પહેલી વખત ૨૦૦૭માં ચર્ચામાં આવ્યો હતો. આ સમયે તે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જની સીઝન ૩ હતી. ત્યારબાદ ૨૦૧૩માં તેમણે ટીવી પર પોતાનો શો શરુ કર્યું, ૧૦ વર્ષસુધી આ શો ટીવી પર આવ્યો હતો. અને હવે ઓટીટી પર આ શો શિફટ થઈ ચૂક્યો છે.
Recent Comments