બોલિવૂડ

કપિલ શર્મા પર ભડક્યો WWE નો રેસ્લર પહેલવાન, ખોટું બતાવવાનો લગાવ્યો આરોપ લગાવ્યો

કપિલ શર્મા પોતાના કોમેડિ શો દ્વારા લોકોને ખૂબ જ હસાવે છે. તેનો શો ‘ધ કપિલ શર્મા શો’ ટીવીની દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ છે. જાેકે, હવે ઉઉઈના રેસ્લર અને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળેલા સૌરવ ગુર્જરે કપિલ અને તેની ટીમ પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. શોમાં જ્યારે પણ કોઈ મહેમાન આવે છે તો, કપિલ શર્મા તેમની સાથે જાેરદાર મસ્તી કરે છે. વળી તે પોસ્ટનું પોસ્ટમોર્ટમ નામનું એક સેગમેન્ટ પણ ચલાવે છે. આ સેગમેન્ટમાં તે મહેમાનોના સોશિયલ મીડિયા પોસ્ટને બતાવે છે અને પોસ્ટની નીચે આવેલી ફેન્સની ફની કોમેન્ટ્‌સને વાંચે છે.

હાલમાં જ રણબીર કપૂર ધ કપિલા શર્મા શોમાં પહોંચ્યો છે અને તે દરમિયાન પણ કપિલે પોસ્ટનું પોસ્ટમોર્ટમ કર્યુ હતું. રેસ્લર સૌરવ ગુર્જર રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળ્યો હતો, વળી તે દરમિયાન તેણે રણબીર કપૂર સાથે એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં રણબીર સૌરવના ખભા પર ચઢેલો જાેવા મળે છે. કપિલે પોતાના શોમાં તેની પોસ્ટનું પોસ્ટમોર્ટમ કર્યુ અને નીચે ફેન્સના ફની કોમેન્ટ્‌સ રણબીરની સામે વાંચ્યા. જાેકે, હાલ સૌરવે આ કોમેન્ટ્‌સને ખોટાં જણાવ્યાં છે. શો દરમિયાન એક નાની ક્લિપ સૌરવ ગુર્જરે પોતાના ટિ્‌વટર પર શેર કરી હતી.

વળી ક્લિપ શેર કરતાં તેણે લખ્યુ, “તમે સારા માણસ છો કપિલ શર્મા. લોકોને હસાવો છો, પરંતુ તમે અને તમારી ટીમ લોકોને આ ખોટા કોમેન્ટ્‌સ કેવી રીતે બતાવી શકો છો કોઈની સોશિયલ મીડિયા પર. આ સ્વીકાર્ય નથી, જય હિંદ” સૌરવની આ પોસ્ટ બાદ કપિલ શર્મા એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. જણાવી દઈએ કે, સૌરવ ગુર્જરે બ્રહ્માસ્ત્રમાં જાેરનું પાત્ર ભજવ્યુ હતું, જે નેગેટિવ રોલ હતો.આ સિવાય ટીવીના પોપ્યુલર શો ‘મહાભારત’માં પણ કામ કર્યુ છે. તેમાં તેણે ભીમનું પાત્ર ભજવ્યુ હતું.

Related Posts