કપિલ શર્મા શોના ઘણા કલાકારો આ શોથી અલગ થઈ ગયા છે. અભિનેત્રી કપિલના શોથી અલગ થઈ ગઈ છે. તો સુમોના હવે નવા શોમાં આવવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સુમોનાએ કપિલના શો ને અલવિદા કહી દીધુ છે. આ સાથે સુમોનાના નવા શો નો પ્રોમો પણ સામે આવ્યો છે. આ પ્રોમોમાં સુમોના બંગાળી બોલતી જાેવા મળી રહી છે. શોના પ્રોમોને જાેઈને અનુમાન લગાવી શકાય છે કે આ એક ટ્રાવેલ બેઝ્ડ શો છે. જેના માટે સુમોનાની પસંદગી કરવામાં આવી છે. પ્રોમોમાં સુમોના બંગાળી બોલતી જાેવા મળે છે,સાથે તેની પીઠ પર બેગ લટકતી હોય છે અને તે બંગાળમાં ફરતી જાેવા મળે છે.
સુમોનાના શોનો આ પ્રોમો, જે બંગાળના દરેક ખૂણાની સુંદરતા બતાવી રહ્યો છે, તેને ઢીીડીજંના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. ઢીીડીજંના આ આગામી શોનું નામ છે ‘શોના બંગાળ’. શોની થીમમાં રેટ્રો અને આધુનિકતાનું મિશ્રણ જાેવા મળી રહ્યુ છે. પ્રોમોમાં સુમોના તેના નવા પ્રોજેક્ટને ખૂબ એન્જાેય કરતી જાેવા મળે છે. શો ‘શોના બંગાળ’ ૩૦ માર્ચ બુધવારે રાત્રે ૮ વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો ઢીીડીજં પર ટેલિકાસ્ટ થશે. આ શોમાં સામેલ થવાને કારણે અભિનેત્રી સુમોનાએ કપિલનો શો છોડી દીધો હોવાનું માનવામાં આવે છે. જાે કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. એવું માનવામાં આવે છે કે આ એક ટ્રાવેલિંગ શો છે, તેથી સુમોના એક સાથે બે શો સંભાળશે.ત્યારે હવે સુમોના કપિલ શર્મા શો માં જાેવા મળશે કે કેમ..! તે જાેવુ રહ્યુ.
Recent Comments