કબજીયાતથી લઇને આ અનેક બીમારીઓને દૂર કરે છે સક્કરટેટી, જાણો બીજા ફાયદાઓ
ઉનાળામાં આવતી સક્કરટેટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકોથી લઇને ઉંમરવાળા લોકોને પણ સક્કરેટેટી ભાવતી હોય છે. સક્કરટેટીમાં અનેક તત્વો એવા હોય છે જે શરીરમાં પાણીની ઉણપ પૂરી કરે છે. તો જાણી લો તમે પણ સક્કરટેટી ખાવાથી હેલ્થને થતા આ અઢળક ફાયદાઓ વિશે…
- સક્કરટેટી ખાવાથી આંખોનું તેજ વધે છે. સક્કરટેટીમાં બીટા-કેરોટિન હોય છે જે વિટામીન એથી ભરપૂર હોય છે. આ માટે આંખોમાં તેજ વધે છે અને આંખોની નબળાઇ દૂર થાય છે.
- ઉનાળામાં તમે દરરોજ એક પ્લેટ સક્કરટેટી ખાઓ છો તો ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. આમ, જો તમે કોરોના કાળમાં સક્કરટેટી ખાઓ છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- સક્કરટેટી ખાવાથી કિડની સાફ થાય છે અને કિડની સ્ટોનની સમસ્યાથી તમે બચી શકો છો. સક્કરટેટીમાં પાણીનો ભાગ વધારે હોવાથી એ કિડનીને ક્લિન કરવાનું કામ કરે છે. જો તમને કિડનીમાં પથરી હોય તો તમે ખાસ કરીને રોજ એક પ્લેટ સક્કરટેટી ખાવો જેથી કરીને તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો.
- સક્કરટેટીના બીજ ઉકાળીને એ પાણીના કોગળા કરવાથી ગળામાં રાહત થાય છે અને સાથે ગળામાં થતો દુખાવો પણ બંધ થઇ જાય છે.
- તમારા ચહેરા પર બહુ ખીલ છે તો તમે સક્કરટેટીના બીજને ક્રશ કરી લો અને તેમાં થોડુ મધ નાંખીને મોં પર લગાવવાથી ખીલ જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
- ઘણાં બધા નાના બાળકોનું પેટ ફુલી જતુ હોય છે. આમ જો તમારા બાળકને પેટ ફુલતુ હોય તો સક્કરટેટીના બીજને પીસી લો અને પછી એને નવશેકા કરી લો. ત્યારબાદ પેટ પર લગાવી દો. આમ કરવાથી પેટમાંથી ગેસ બધો બહાર નિકળી જાય છે અને પેટની આ સમસ્યામાંથી રાહત મળે છે.
Recent Comments