fbpx
ગુજરાત

કમલમમાં એક યુવકે હાર્દિક પટેલ પર શ્યાહી ફેંકવાનો પ્રયાસ કર્યો પણ….

જયારથી હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળો ચાલતી હતી ત્યારથી ભાજપના કેટલાંક કાર્યકરો અને નેતાઓનો વિરોધનો ગણગણાટ શરૂ થયો હતો. જે ગુરુવારે કમલમમાં દેખાયો. ભાજપના ગાંધીનગર ખાતેના કાર્યાલય કમલમમાં જયારે હાર્દિકનું ભાજપમાં વિધીવત આગમન કરાઇ રહ્યું હતુ તે સમયે એક યુવકે હાર્દિક પટેલ પર શ્યાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેનો આ પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો અને પોલીસે તેની અટકાયત કરી હતી.  શ્યાહી ફેંકનાર યુવકની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.

જે રીતે હાર્દિક પટેલનો વિરોધ થઇ રહ્યો હતો એ જોતા પહેલથી જ તેના પર હુમલો થવાની આશંકાએ કમલમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો

કે આ મ છતાં એક યુવકે  હાર્દિક પટેલ પર શ્યાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ યુવક હાર્દિક પર શ્યાહી ફેંકવામાં સફળ થયૉ નહતો. પોલીસ આ યુવકને પકડીને કમલમની બહાર લઇ ગઈ હતી અને કાર્યવાહી કરી હતી.

ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી માં સામેલ થઇ ગયો છે. હાર્દિક પટેલવિધિવત રીતે ભાજપનો ખેસ પહેરી લીધો છે. હાર્દિક બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ચૂક્યો છે. આ પ્રસંગે હાર્દિક પટેલે દાવો કર્યો છે કે તે આગામી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યોને પણ બીજેપીમાં ખેંચી લાવશે. 

ભાજપમાં સામેલ થતાંની સાથે જ હાર્દિકે સમાજ હિત, દેશ હિતમાં મોદીજીની સાથે નાનો સિપાહી બનીને કામ કરવાની વાત કહી હતી. હાર્દિકે કહ્યું કે પીએમ મોદી વિશ્વ ગૌરવ છે, પાટીદાર નેતાએ કહ્યું કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત તથા સમાજહિતના આ ભગીરથ કાર્યમાં આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રાષ્ટ્ર સેવાનુ કામ ચાલી રહ્યું છે, તેમાં નાનો સિપાહી બનીને કામ કરવા માટે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છું. 

હાર્દિક પટેલે જયારે 2015માં પાટીદાર અનામત આદોલન કર્યું હતુ ત્યારે ભાજપ સરકારનો તેણે ભારે વિરોધ કર્યો હતો. એ પછી 2019માં કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપની દરેક સભાઓમાં કડી આલોચના કરી હતી. પરંતુ, રાજકારણમાં એવું કહેવાય છે કે કોઇ પણ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી. જરૂર પડ્યે દુશ્મન પણ દોસ્ત બની જતા હોય છે.

Follow Me:

Related Posts