ગુજરાત

કમલમ ખાતે 8 યુનિવર્સિટીના 250 જેટલા અધ્યાપકો આજે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આશરે 8 જેટલી વિવિધ યુનિવર્સિટીના લગભગ 250 જેટલા અધ્યાપકઓ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે કેસરિયો ખેસ અને ટોપી પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જેમાં પ્રો.ડો.જયવંતસિંહ સરવૈયા,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અધ્યાપક ડો. કમલેશભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. ક્રિપાલસિંહ પરમાર, ડો.નારણસિંહ ડોડીયા, ગુજરાત યુનિવર્સિટીના ડો.આર.એસ.પટેલ સહિતના અધ્યાપકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ સેલના સંયોજકઓ શલ્લ પ્રો.મહેન્દ્રભાઇ પાડલીયા અને શ્રી મનુભાઇ પાવરાએ પ્રદેશના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું સ્વાગત કર્યુ. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, શિક્ષણસેલના સંયોજકઓ મહેન્દ્રભાઇ પાડલીયા, મનુભાઇ પાવરા ,ભાજપના આગેવાન જયરાસિંહ પરમાર તેમજ જુદી-જુદી યુનિવર્સિટીના અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે દરેક ક્ષેત્રમાંથી લોકો ભાજપમાં આવી શકે છે ત્યારે તેના અનુસંધાને શિક્ષણ ક્ષેત્રે ભાજપ સાથે આજે યુનિવર્સિટીના પૂર્વ પદાધિકારીઓ આજે ભાજપમાં જોડાયા છે આ ઉપરાંત આ પહેલા તબીબી સેવા સાથે જોડાયેલા ડોક્ટરો પણ ભાજપમાં જોડાયા હતા જેમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ પ્રભાકર સહિતના તબીબો બીજેપી માં જોડાઈ ચુક્યા છે ત્યારે વિવિધ ક્ષેત્રમાંથી પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આવી માં જોડાઈ શકે છે..

Related Posts